________________ 382 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. એ કંપની બંધ ન કરતાં તેમની તેમ તેને ચાલુ રાખવા દેવા પાર્લામેન્ટને અરજી કરી, અને તે જ વેળા નવી કંપનીએ બન્નેને વેપાર જોડી દેવાને ઠરાવ કર્યો. માર્ચ ૧૯૯૯માં ઈસ્ટ ઈન્ડીઆ કંપનીની માગણું પાર્લામેન્ટ તરફથી નામંજુર થતાં બેઉ કંપનીએ ઐક્ય કરવાની મતલબથી ખટપટ ચલાવી. આખરે દરેક કંપનીના સાત પ્રતિનિધીઓની બનેલી સભાએ ઐક્ય કરવાનું રણ નક્કી કરી રીપોર્ટ કરવા ઠરાવ થશે. સને 1699 ના માર્ચથી ડીસેમ્બર લગી આ બાબત અનેક વિવેચન થયાં પણ કંઈ નિશ્ચયાત્મક પરિણામ આવ્યું નહીં. સને 1700 માં પિતાને ધંધે બંધ નહીં પાડવા માટે ઈસ્ટ ઈન્ડીઆ કંપનીએ કરેલી અરજી પાર્લામેન્ટ મંજુર કરવાથી તેને ઘણી ધીરજ આવી. કેટલેક દિવસે રાજા તરફથી આ ઠરાવને અનુમોદન મળતાં શેરને ભાવ જે અગાઉ 70 હતા તે વધી 149 થયો. આથી ઈગ્લિશ કંપનીની ધીરજ ઘટી ગઈ, અને બેઉ સંસ્થાની ઐક્યતાનાં ચિહ અદ્રશ્ય થઈ ગયાં. - 3, બે કંપનીઓ વચ્ચે હિંદુસ્તાનમાં વિરોધ–હિંદુસ્તાનમાં ઇગ્લિશ કંપનીએ ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની પદ્ધતિ સ્વીકારી હતી. જુની કંપનીએ કહાડી મુકેલા જુઠા અને નાલાયક લેકને નવી કંપનીએ નોકરીમાં રાખવાથી બન્ને વચ્ચે કલહ ઉત્પન્ન થયો. ઇગ્લિશ કંપનીનાં માણસાએ હિંદુસ્તાનમાંના સઘળા અંગ્રેજો ઉપર હકુમત ચલાવવા માંડી, પણ ઈસ્ટ ઇન્ડીઆ કંપનીના નેકરોએ સને 1701 સુધીની ઠરાવેલી મુદત પુરી થતાં લગી તેમના હુકમ માન્ય કર્યા નહીં. આ તકરાર મુખ્યત્વે કરીને મુંબઈ, મદ્રાસ અને બંગાળામાં ચાલી હતી. એ ત્રણે ઠેકાણે નવી કંપનીના જે પ્રેસિડન્ટ હતા તે સર્વ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીમાં મૂર્ખ ઠરી બરતરફ થયા હતા, અને તેઓએ જ પિતાના શેઠેનું ખરેખર નુકસાન કર્યું હતું. તેઓને રાજાના સલાહકાર (King's counsel) ની વિશિષ્ટ પદવી આપવામાં આવેલી હેવાથી તેઓ આ દેશમાંના જુના અને નવા સઘળા નેકરે ઉપર પિતાને અમલ ચલાવવા લાગ્યા હતા. પરંતુ જુની કંપનીની મુદત સને 1701 માં પુરી થાય તે પહેલાં આ પ્રમાણે પિતાની હકુમત શરૂ કરી એકમેટી