________________ જતાં રાજે કળા તેથી તેની આવે છેકામ 368 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. અમે માત્ર ચાંચીઆ વેપારી છીએ એમ સમજીશું. વલંદા લેકેએ આજ માર્ગ સ્વીકાર્યો છે. વેપાર કરતાં દસ ઘણું લક્ષ તેઓ રાજ્ય તરફ આપે છે, અને તેથીજ મસાલાના ટાપુ તથા જાપાનમાં તેઓ સરસાઈ ભોગવે છે.” રોએ ઠરાવી આપેલી પદ્ધતિ છેડી દઈ કંપનીએ આ નવી રાહને ખુલ્લી રીતે અંગીકાર કર્યો. ઈગ્લંડમાં સને 1989 માં મોટી રાજ્યક્રાન્તિ થઈ તેજ માફક કંપનીના વહિવટમાં પણ તે વર્ષે એક મોટો ફેરફાર થયો. આ વખતથી કંપનીને આગળ જતાં રાજ્ય સ્થાપવાનાં સ્વપ્નમાં આવવા લાગ્યાં. એ સ્વપ્નાં તેજ સમયે ઔરંગજેબ કળી શકે નહીં. એ બહારથી સર્વોપરી સત્તા ભોગવતે જણું હતું, પણ અંદરખાનેથી તેની બાદશાહીમાં ધીરે પણ સચોટ ફેરફાર થતા હતા તે આ ઠેકાણે સ્પષ્ટ જણાઈ આવે છે. કામમાં ઔરંગજેબ બાદશાહ જહાંગીર અને શાહજહાન બને કરતાં વધારે ચાલાક અને હોંશીઆર હતા, પણ દુરાગ્રહથી તેણે પોતાના રાજ્યનું, વંશનું અને દેશનું હમેશ માટે નુકસાન કર્યું હતું. ' કંપની તથા ઔરંગજેબ વચ્ચે ચાલેલા ઉપર વર્ણવેલા ઝગડામાં બાદશાહ આટલે બેફીકર અને નિષ્કાળજી દેખાય છે એ કંઇક આશ્ચર્યજનક છે. વિસ્તીર્ણ રાજ્યના ખુણેખાંચરામાં બનતા બનાવની બાતમી વિદ્યુતવેગે જે બાદશાહને મળતી, અને સરકારી બાબતમાં પણ જેના હુકમનું યત્કિંચિત ઉલ્લંઘન થઈ શક્યું નહીં, તે ધૂર્ત અને ચાલાક પુરૂષ યુરોપિયનેની યુક્તિઓ સવેળા સમજી શક્યો નહીં એ માટે સ્વાભાવિક રીતે ખેદ થાય છે. યુરોપિયન લેકે કિનારા ઉપર તે વેળાનાં પાંચદસ અપ્રસિદ્ધ ઠેકાણે આવી વસ્યા હતા. બાદશાહ તેમને કેઈપણ બાબતમાં યોગ્ય ગણતે નહીં. પણ દરીઆ ઉપર નાકેબંધી કરી તેઓ પાછળથી એના ઉપર ચડી બેસશે એ તે બીલકુલજ સમજ્યો નહીં; પણ ઉલટ તે અંગ્રેજોને પિતાના ખાસ ઉપયોગનાં માણસ તરીકે ગણતે. સુરત તથા બંગાળાના બાદશાહી અમલદારે યુરોપિયનનાં કૃત્યે બાદશાહ રૂબરૂ ખુલ્લાં કરી આપતા, પણ તેમનાં વાજબી કહેણને પુષ્ટી આપવાનું છેડી દઈ બાદશાહ તેમને ધમકાવતે હતે.