________________ પ્રકરણ 13 મું] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટટે. 375 પક્ષને મુખ્ય વકીલ હોલ્ટ હતું, અને લેકપક્ષ તરફથી સર જ્યોર્જ ટ્રેબી હતે. હોલ્ટની તકરાર એવી હતી કે કોઈ પણ અંગ્રેજને રાજાની પર વાનગીનું ઉલ્લંઘન કરી પરધમી રાષ્ટ્ર સાથે વેપાર કરવાને અધિકાર નહોતે, કારણ કે ઈંગ્લડના રાજા અને પરદેશના રાજા વચ્ચે થયેલા પ્રત્યક્ષ કેલકરારની રૂએ આ વેપાર શરૂ થયેલ હોવાથી રાજ જેને પરવાનગી આપે તેજ આ વેપાર કરી શકે. પિતાના અધિકાર અન્વયે રાજાએ આ વેપાર કંપનીને સોંપેલ હોવાથી બીજાઓને તેની વચ્ચે પડવાનો અધિકાર નથી. આ સામે ઉલટ પક્ષનું કહેવું એવું હતું કે, “ત્રીજા એડવર્ડ રાજાએ (સને 13271377) સમુદ્ર સર્વ પ્રકારના વેપાર માટે ખુલ્લે છે એવો ઠરાવ કરેલો હોવાથી ઈસ્ટ ઈડીઆ કંપનીને વેપારી મકતે આપતાં બીજાઓને સમુદ્ર ઉપર છે૭ સંચાર કરવાને હક છીનવી લેવાને ઈલિઝાબેથ રાણીને અધિકાર નહે, અને તે જ પ્રમાણે ચાર્જ રાજા પણ એ બાબતમાં દખલ કરવા અશક્ત હતે. પરધર્મીઓ સાથે રાજાની પરવાનગી વિના લેકેને વેપાર કરવાનો અધિકાર નથી એ કહેવું મૂર્ખાઈ ભરેલું છે. તુર્ક અને વલંદા લેકે ખ્રિસ્તીઓ સાથે વેપાર કરી પિતાના દાવા ન્યાયાધીશીમાં લાવે છે. ઇંગ્લંડના રાજાએ પરદેશના રાજા સાથે વેપાર બાબત તહ કરી તે પછી તેને ફાયદો આખા દેશને મળવો જોઈએ; અમુક વ્યક્તિનેજ તેને લાભ મળે, અને બીજાઓ તેમાંથી દૂર રહે એવો ભેદ રાખવા તેને સત્તા નથી. વળી કંપની કંઈ દ્રશ્ય વસ્તુ નથી. આપ તેને વ્યવહાર ફક્ત વ્યક્તિમાંજ થઈ શકે છે, અને લેણદાર દેણદારને ઓળખી શકે છે. પરંતુ આ કંપનીની સ્થિતિ તેવી નથી. તેને જીવ નથી, તેમ દેહ પણ નથી. તેની સત્તા આખા સમુદ્ર ઉપર ચાલતી કહેવાય છે, પણ નજર કરીએ તે કેથે દેખાતી નથી. જે આવી કંપની બીજા અંગ્રેજોને ધંધા રોજગાર કરતી અટકાવે તે આખા દેશને વેપાર વધારવા માટે તે સ્થાપન થઈ છે એમ કેમ કહી શકાય ?" આ પ્રમાણે અનેક વિદ્વાન ધારા શાસ્ત્રીઓનાં ભાષણ થયા પછી આખરે ચીફ જસ્ટિસ જેફિસે કંપનીની તરફેણમાં ચુકાદે આએ. જેક્રિસ રાજાના દબાણમાં હોવાથી આ સિવાય બીજો