________________ પ્રકરણ 13 મું.] નિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે . 379 માં કંપની વિરૂદ્ધની સધી ફરીઆદો ન્યાયાધીશીમાંથી પાર્લામેન્ટ રૂબરૂ આવી. તપાસ ઉપરથી અગાઉની વર્ગણી બંધ કરી નવી કંપની સ્થાપન કરવા, અને તેને વહિવટ શરૂ થાય ત્યાં સુધી ઈસ્ટ ઇન્ડીઆ કંપનીએ વેપાર ચલાવવા સને 1690 માં ઠરાવ કરવાથી કંપનીના વિરૂદ્ધ પક્ષે એકદમ મોટે ભંડોળ ઉભો કરી બીજે જ વર્ષે એક નવી કંપની સ્થાપી. આ કંપની પોતાની સભા સ્કિનર્સ હૈલ (Skinners Hall) માં ભરતી , અને તેમાં જુની કંપનીને કો વિરોધી પંપિલોન અગ્રસ્થાને હતે. પાર્લામેન્ટ કંપનીને ભંડળ દેઢ કરોડ રૂપીઆ જેટલું વધારી, તથા કોઈ પણ એક સખસે પણ લાખ કરતાં વધારે કિમતના શેર લેવા નહીં એવો નિબંધ મુકી, બને કંપનીને જોડી દેવા પ્રયત્ન કર્યો. પણ એ વાત જુની કંપનીને પસંદ પડી નહીં. આ બાબત ચાઈડે પોતાની હઠ છોડી નહીં ત્યારે જુની કંપની રદ કરી નવી કંપનીને સઘળો વેપાર સોંપવા માટે હાઉસ ઓફ કૅમન્સે રાજાને માગણી કરી. રાજાએ પણ બન્ને કંપનીને એકત્ર કરવા મહેનત કરી, પણ ચાઈલ્ડના આગ્રહને લીધે કંઈ પણ સિદ્ધ થયું નહીં ત્યારે કંપનીને ત્રણ વર્ષની મુદત આપી પછી તે બંધ કરવાને ઠરાવ થો (સ. 1693). આ વિચાર અમલમાં મુકાય તે પહેલાં ચાઈલ્વે દરબારીઓને લાંચ આપી પ્રધાન મંડળ મારફત પૂર્વના સઘળા હક સાથે 21 વર્ષની મુદતની નવી સનદ ઈસ્ટ ઈન્ડીઆ કંપની માટે મેળવી લીધી. એ સનદની રૂએ ન ભડળ પણ કરેડને રાખી એક માણસે એક લાખથી વધારે કિમતના શેરે લેવા નહીં, અને કંપનીની સભામાં તેને દસથી વધારે મત આપવાનો અધિકાર આપે નહીં એ ઠરાવ થયો હતે. પાર્લામેન્ટને આ હકીકત અરૂચિકર થતાં, તેણે કેટલીક ફરીઆદોની તપાસ કરી હિંદુસ્તાનને વેપાર જોઈએ તેણે કરો એ હુકમ કહાયે. આથી રાજાના હક ઉપર તરાપ પડી. ચાઈડે આપેલી રૂશવત બાબત પણ પાર્લામેન્ટે તપાસ કરી પરંતુ પિતાને બદલે બીજા માણસને આગળ કરી ચાઈલ્ડ છટકી ગયે. એટલામાં સ્કોટલેન્ડમાં ઉભી થયેલી નવી કંપનીએ હિંદુસ્તાન સાથે વેપાર શરૂ કર્યો, પણ તેની અવદશા થતાં ડા સમયમાં