________________ પ્રકરણ 13 મુંનિયંત્રિત અને અનિયંત્રિત વેપારપક્ષ વચ્ચે ટટ. 373 લાગી નહીં, અને તેની આબાદી કાયમ જ રહી. આથી તેની સામા અનેક શત્રુઓ ઉત્પન્ન થયા. પણ બીજા ચાર્લ્સ તેમજ બીજા જેમ્સ રાજાના અમલમાં કંપનીને રાજ્યને સારે ટેકે હોવાથી શત્રુઓનું કંઈ ચાલ્યું નહીં. કંપનીએ કંઈક નરમ પડી મરજીમાં આવે તેને પિતાના આશ્રય હેઠળ વેપાર કરવાની સવળતા કરી આપી કેટલાકને સમજાવી લીધા, તેથી તેમજ પોતાના નોકરને પણ ખાનગી વેપાર ચલાવવા છૂટ આપવાથી પુષ્કળ અંગ્રેજોએ આ દેશમાં આવી મુંબઈ મદ્રાસ વગેરે ઠેકાણે ખાનગી વેપાર કરવા માંડયો. આ પછી કેટલેક વખત કંપનીના શત્રુ ઓનાં હેડાં બંધ થયાં; પણ આ ખાનગી વેપારની નોંધ રાખવાનું અને તે ઉપર દેખરેખ રાખવાનું કંપનીને ઘણું કઠણ પડવા લાગ્યું. વળી હિંદુસ્તાનમાંના તેના વ્યવસ્થાપકોમાં અનુક્રમે જોશુઆ ચાઈલ્ડ અને ટૅમસ પૈપિલનના મુખપણા હેઠળ બે પક્ષ પડી ગયા હતા. ચાઈલ્ડનું કહેવું એવું હતું કે સઘળો વેપાર કંપની જેવી એક સંસ્થાનાજ તાબામાં હવે જોઈએ. પણ પૈપિલેનના વિચાર પ્રમાણે વેપાર સઘળા માટે એક સરખો ખુલ્લે હેવો જોઈએ, અને રાજાને તે ઉપર અટકાવ નાંખવાને અધિકાર નહોતે. રાજાની કૃપાથી આપણે ગમે તે કરી શકીશું એવી ચાઈલ્ડની હિમત હતી; પણ કંપનીમાં આખા દેશનો સમાવેશ કરી વેપારમાંથી થતે ફાયદે સર્વને સરખે હિસ્સ મેળવવા દેવાની ખટપટ ઍપિલને ઉપાડી હતી. આખરે મોટા મોટા અધિકારીઓને પૈસા વગેરેની લાંચ આપી ચાઈલ્ડ પોતાને મત કંપની પાસે સિદ્ધ કરાવ્યો. તે પોતે તે ઘણેજ ધનાઢ્ય થયું હતું. સને 1983 માં તેણે પિતાની છોકરી ડયુક આફ બેફના છોકરા સાથે પરણાવી તે વેળા પાંચ લાખ રૂપીઆ પહેરામણીમાં આપ્યા હતા; સને 1692 બીજી છોકરીનાં લગ્ન વખતે પહેરામણીમાં ચાર લાખ રૂપીઆ આપ્યાની ગપ ઉડી હતી. તેને છોકરે સર રિચર્ડ ચાઈલ્ડ અલ થયે હતો, અને તેણે બૅન્ટેડને બાગ (Banstead Park) વેચાત લઈ ત્યાં અખરોટનાં ઝાડ રેપી મચ્છીખાનું બાંધવામાં વીસ લાખ રૂપીઆ ખર્ચ કર્યો હતો. આ પ્રમાણે ચાઈલ્ડના પક્ષની સરસાઈ થતાં પેપિલોનના અનુ