________________ 376 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. નિકાલ થે શક્ય નહોતું, પણ આ ચુકાદાથી તેમાં સમાયબ્રા મહત્વના સવાલ ઉપર ગ્ય ચર્ચા થઈ હતી. અસર જોશુઆ ચાઈલ્ડના હાથમાં આ ચુકાદો આવતાં તેણે કંપનીના વેપારમાં દાખલ કરનારા માણસોને તાબડતોબ બંદોબસ્ત કર્યો, પણ તેથી વેપારનું ખુલ્લું સ્વરૂપ જતું રહી તેને ચેરી તથા ચાંચી આપણાનું સ્વરૂપ પ્રાપ્ત થયું. આ પ્રમાણે શરૂ થયેલે ચાંચી આપણનો ધંધે ઘણું દિવસ સુધી ચાલ્યું, અને તેમાં કિડ (Kidd), એવરી (Avory) વગેરે અનેક ચાંચીઆઓ નામાંકિત થયા, તેઓ માડાગાસ્કર વગેરે ઠેકાણે રહી કંપનીનાં જતાં આવતાં વહાણ ઉપર હલ્લો કરી તેને લૂંટતા, આથી મોટા અફાટ પ્રદેશ ઉપર ખાનગી વેપાર બંધ કરવાનું કેટલું અશક્ય હતું તે સહજ જણાઈ આવ્યું. કંપનીની નોકરીમાંથી બરતરફ થયેલા લેકે કંઈ પણ અડચણ વિના આ ધંધો કરતા, લંડનના કેટલાક વેપારીઓ મારફત નાણાની તેમજ બીજી મદદ મેળવતા, અને હિંદુસ્તાનમાંના રાજાઓ સાથે સંબંધ રાખતા. આ દેશના પૂર્વ કિનારા ઉપર આવા લોકોએ કંપની વિરૂદ્ધ પિતાનાં વસાહત સ્થાપ્યાં હતાં. ચૅમસ પિટ નામને એક પ્રહસ્થ સને 1674 માં બાલાસેરમાં આવી રહ્યો, અને અગીઆર વર્ષ લગી ઈરાનથી બંગાળા પર્યતના કિનારા ઉપર વેપાર ચલાવી ધનાઢય થયો. કંપનીની ધમકી તેણે પત કરી નહીં, અને તેને પકડવા માટે થયેલા અનેક પ્રયત્ન નિષ્ફળ ગયા. એનાં કર્યો વિરૂદ્ધ કંપનીએ મેગલ સુબેદાર રૂબરૂ ફરીઆદ કરી, પણ પિટે લાંચ આપી તેનું મહેડું બંધ કર્યું. 1683 માં પિટ અઢળક દેલત લઈ ઇગ્લેંડ પાછો ફરતા હતા ત્યારે તેની સામા નીકળેલા વૅરંટની રૂએ તે કંપનીના હાથમાં પકડાઈ ગયો. પિતાના છુટકારા માટે તેને ચાર લાખના જામીન આપવા પડયા હતા. તેની ઉપર ચાર વર્ષ લગી દા ચાલ્યા બાદ સને 1989 માં તેને 6000 રૂપીઆના દંડની શિક્ષા થઈ. એ પછી તરતજ તે પાર્લામેન્ટમાં દાખલ થયે, અને ત્યારથી ખુલ્લી રીતે કંપનીની વિરૂદ્ધ પડી તેને વેપારી ઇજા તેડવા માટે ખટપટ કરી. સને 1693 માં તે પાર્લામેન્ટને સભાસદ હતા ત્યારે ફરી એકવાર તે હિંદુસ્તાન