________________ હિંદુસ્તાનને અવાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે કંઈપણ પ્રતિબંધ નડશે નહીં. ટુંકમાં કાન્સના લુઈ અને હિંદુસ્તાનના ઔરંગજેબ બાદશાહ તરફથી આ દેશમાં અંગ્રેજી રાજ્યને પાયે મજબૂત કરવામાં આડકત્રી પરંતુ સંપૂર્ણ મદદ મળી હતી. ઉપરની અંગ્રેજ-મોગલ તકરારની બીજી બાજુની હકીકત વાંચતાં અંદરનું રહસ્ય જણાઈ આવશે. “જકાતની માફી’ એ શબ્દ ઘણું સાદા દેખાય છે, પણ તેને લીધે સઘળી જાતને વેપાર માફીદારોના હાથમાં ગયે હતું. બંગાળામાં આ જકાત વિશેને રંટ સે વર્ષ લગી ચાલ્યો હતે. સને 1756-57 માં નવાબ સુરાજઉદ-દૌલાને, અને સને 1763 માં મીર કાસમને અંગ્રેજો સાથે થયેલા યુદ્ધનું કારણ આ જકાતજ હતી. શઈસ્તખાન આ પ્રશ્નનું મહત્વ સમજતે હતે છતાં પણ ખુદ બાદશાહના ફરમાનને માન આપવાની તેને ફરજ પડી. આ બાબતમાં જહાંગીર અને શાહજહાનના સમયમાં કંપનીને જે સવળતા મળી નહીં તે સઘળી ઔરંગજેબ બાદશાહ ના અમલમાં તેને મળી. મીઠું, મરચાં, સોપારી, તંબાકુ વગેરે ગરીબ લોકોના રેજના નિર્વાહની વસ્તુઓને તેમજ હિંદુસ્તાનમાં પાકતી તથા ત્યાંજ ખપનારી જણને વેપાર સુદ્ધાં જકાતની માફીને લીધે અંગ્રેજોના હાથમાં ગયો. ઔરંગજેબે આપેલી આ પરવાનગીને પરિણામે સો વર્ષ સુધી બંગાળાના સુબેદારને અસહ્ય બોજો ખમવો પડે હતે. આખરે મીર કાસમે સઘળી જકાત માફ કરી તેટલાથી પણ સતિષ નહીં પામતાં અંગ્રેજોએ લડાઈ કરી બંગાળા પ્રાંત પિતાના કબજામાં લીધો. સારાંશમાં આ જકાતની તકરારને લીધે અંગ્રેજી રાજ્યને પ્રવેશ આ દેશમાં થયો. આ સઘળી હકીકત અંગ્રેજ ગ્રંથકારેની છે; સામી બાજીનું કહેવું શું હતું અને શસ્તખાનની તકરાર અંગ્રેજો વિરૂદ્ધ કેવા પ્રકારની હતી તેને ખુલાસે તેમણે ન આપેલ હોવાથી ઐતિહાસિક દ્રષ્ટિએ આ પ્રશ્નનું વિવેચન સંપૂર્ણ રીતે સમજાતું નથી. સન 1688 માં થયેલા અનુભવ પછી કંપનીએ કેટલીક બાબત લક્ષમાં રાખી. પહેલું તે જમીન ઉપર મોગલે સામે હાથ અજમાવવા તેને માટે અશક્ય હતું; બીજું મકકે જતાં યાત્રાળુ વહાણને હેરાન કરવાથી તથા