________________ 364 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે. દીને તેઓ કાલીઘાટ પર પાછા આવ્યા. ત્યાં અહેરાત્ર વરસાદ પડતું હોવાથી અંગ્રેજ લેકની મરજી મંગલ હદમાં આવેલા હુગલી શહેરમાં જવાની હતી; પણ પિતાનાં વહાણે ઉપરની તેપને આશ્રય છોડી દૂર જવાનું વૃદ્ધ ચાનકને ધાસ્તી ભર્યું લાગવાથી તેણે ત્યાંજ નવું થાણું વસાવ્યું. આ કામ પાર પાડતાં થયેલાં બે વર્ષ દરમિયાન અંગ્રેજોને ભારે સંકટ વેઠવું પડયું હતું. પરંતુ એક વખત ત્યાં થોડાં બચાવનાં કામ ઉભાં થતાં કંપનીની તેપને લીધે અન્ય લેકેને પણ એ જગ્યા સુરક્ષિત લાગી, અને તેથી કરીને વેપાર તથા લેકેની ત્યાં જે ધમાલ શરૂ થઈ તે આજ સુધી ચાલ્યા કરે છે, અને કલકત્તા હિંદુસ્તાનમાં પહેલી પંક્તિનું રાજધાનીનું શહેર બન્યું છે. કાલીઘાટ ઉપર ઝુપડાં નંખાયા પછી દસ વર્ષમાં કલકત્તાને વિસ્તાર વધવા માંડ્યો. પિતાના પ્રયત્નનું આ શુભ પરિણામ આવેલું જોયા બાદ તા. 10 મી જાન્યુઆરી સને 1693 ને રોજ ચાનકે કલકત્તામાં પિતાને દેહ છોડે. તેણે કરેલાં દેખાઈતી રીતે નજીવાં પણ ખરું જોતાં મહત્વનાં કામની ખરી કિમત બહાર પડતાં ઘણું દિવસ લાગ્યા, પરંતુ એટલું તે ખરું છે કે બંગાળા પ્રાંતમાં કંપનીને વેપાર કરવાની ઈચ્છા હોય કે નહીં તે પણ ચાનકની હઠને લીધેજ કલકત્તા શહેર સ્થપાયું હતું. શસ્તખાન પછી સુમારે દસ વર્ષ લગી બંગાળાના કારભાર ઉપર કઈ લાયક પુરૂષ આવ્યો નહીં. સને 1702 માં મુર્શિદકુલ્લીખાનની નિમશુક થઈ તે પહેલાં અંગ્રેજોએ પિતાનું કામ આટોપી લીધું હતું. સને 1698 માં રહિમખાન નામના એક અફઘાને બંગાળામાં ઉઠાવેલું બંડ દાબી દેવામાં અધિકારીઓ નિષ્ફળ જવાથી અણધાર્યા તેફાનો વખત તેઓ અંગ્રેજ તથા કેન્ચ લેકેનું કેવી રીતે રક્ષણ કરી શકશે એ બાબત સ્વાભાવિક પ્રશ્ન ઉઠયો. આથી “તમે તમારે બંદેબસ્ત જોઈએ તે કરી લે, કિલ્લા બાંધે અથવા જોઈએ તે કરે” એવું સુબેદાર તરફથી યુરોપિયન લેઓને કહેવામાં આવતાં જાણે તેઓ આવાં કહેણની રાહ જોતા હોય તેમ તેઓ પિતા પિતાની વખારની આસપાસ કિલ્લા બાંધવા મંડી પડ્યા. આવી રીતે અંગ્રેજોએ કલકત્તામાં બાંધેલા કિલ્લાનું નામ ઈગ્લેંડના રાજાના નામ ઉપરથી