________________ 362 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. સ્તાનની રૈયતનું તેમને હાથે જે જે નુકસાન થયું હોય તે અંગ્રેજોએ ભરી આપવું અને ચાઈલ્વે આ દેશમાં રહેવું નહીં. અંગ્રેજોએ હિંદુસ્તાનમાં પગ મુક્યો ત્યારથી અત્યાર સુધીમાં આવું અપમાન તેમને કદીપણ સહન કરવું પડેલું નહીં. ફરમાનની ભાષા ઉપરથી સ્પષ્ટ જણાય છે કે અંગ્રેજોને એક સ્વતંત્ર રાજ્યના લેક તરીકે નહીં ગણતાં ક્ષમા કરેલા ગુન્હેગાર હોય તેવી રીતે બાદશાહ તેમની તરફ વર્યો હતો. આ યુદ્ધમાં કંપનીને 40 લાખ રૂપીઆ ખરચું થવા ઉપરાંત આખા અંગ્રેજ રાષ્ટ્રનું માન ખંડીત થવાથી ઈંગ્લંડના લેકે કંપની વિરૂદ્ધ ખળભળી ઉઠયા, અને તેથી જ આગળ જતાં બીજી કંપની ઉભી કરવાના કામને ઉત્તેજન મળ્યું. આ સઘળું ચાઈલ્ડના તેફાની સ્વભાવનું પરિણામ હતું. સને ૧૬૯૦ના ફેબ્રુઆરીમાં એ મહાન નર મરણ પામ્યો. બાદશાહની સ્થિતિ આ વેળા ઘણીજ વિચિત્ર થઈ હતી. મરાઠા સામે લડીને તે થાક હત; તેમને જીતવાના આવેશમાં કંપનીનાં કામ તરફ લક્ષ આપવાની તેને સવડ મળી નહોતી. અંગ્રેજોને દબાવવા માટે જરૂરને કાલે તેની પાસે નહોતે; છતાં તેમને ગમે ત્યારે કચડી શકીશું, તેમને આપણે આગળ શું ભાર છે ”એ વિચારમાં તે મગરૂર રહતે. વળી તેમના વેપારથી બાદશાહને મોટી રકમ મળતી હતી, એટલે તેમને હાંકી કહાડી હમણાજ ઉભી થયેલી પૈસાની અડચણ વધારવી તેને ગ્ય લાગી નહીં. એ ઉપરાંત અંગ્રેજોને કાફલો બાદશાહના ઉપયોગમાં આવતે અને તેને તેના શત્રુઓને ધાક હતિ. સીધી તેમજ અંગ્રેજોનો કાલે પિતાની મદદે હોવાથી મરાઠાઓની દરકાર રાખવાનું તેને કારણ નહોતું. વળી અંગ્રેજોની શક્તિ આરમારમાં છે, અને પિતાની પાસે તેવું સાધન ન હોવાથી તેમને સંપૂર્ણ રીતે પરાજ્ય કરવાનું તેને માટે શક્ય નહોતું એ તે સમજતું હતું. બાદશાહને અંગ્રેજો પ્રત્યે કદી અભાવ નહ; પણ ઉલટું તેમને જોઈતી સવળતા કરી આપી તેમને ઉત્કર્ષ થાય અને મોગલ રાજ્યમાં તેઓ સુખચેનમાં રહે એવી તેની ઈચ્છા હતી. આથી કરીને શસ્તખાન જેવા અનુભવી સુબેદાર તરફથી તેમની વિરૂદ્ધ થતી ફરીઆદ ઉપર બાદશાહ લક્ષ આપતે નહીં, પણ પિતાનાજ અમલદારોને ઠપકે આપતે. ખરું જોતાં જે ચાઈલ્ડ બાદશાહનાં યાત્રાળુ