________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 333 કરવા યોગ્ય છે. સને 1675 માં 43 લાખ રૂપીઆને માલ કંપની ઇંગ્લડમાંથી ઉપાડી ગઈ તેના બદલામાં હિંદુસ્તાનમાંથી જે માલ પાછો આવ્યો તે વેચતાં 86 લાખ રૂપીઆ ઉત્પન્ન થયા. એ સિવાય કંપનીની સંમતિથી ચાલેલા ખાનગી વેપારનો નફે થયો તે જુદો. એજ વર્ષમાં તેને ખર્ચ 15 લાખ થયો, અને 30 લાખ રૂપીઆ ઉપજ થઈ એટલે એક સાલમાં કંપનીએ 58 લાખ ખર્ચ કર્યા અને પ૮ લાખ રૂપીઆ નફો મેળવ્યો. સને 1664 માં કંપનીએ ત્રણ વેચાણ મળી 1 કરોડ 80 લાખ રૂપીઆ મેળવ્યા તેથી આખા દેશને અડધો વેપાર એલી કંપનીએ સ્વાહા કર્યો હતો એવું બુમરાણ ઈગ્લેંડમાં થઈ રહ્યું. સને 1657 થી 1691 સુધીનાં 34 વર્ષમાં સેંકડે 840 રૂપીઆ ભાગીદારોને નફાના મળ્યા હતા, એટલે સરાસરી દર વર્ષે તેમને 25 ટકા ન થયા હતા. સને 1676 થી 1685 સુધીનાં 9 વર્ષમાં કંપનીએ 96 લાખ રૂપીઆને નફે કર્યો હતો. આ સઘળે નફે માત્ર વર્ગણીથી એકઠા થયેલા ભંડોળ ઉપરજ નહેતા, પણ કરજે કહાડેલાં નાણુથી કંપની વેપાર ચલાવતી તે સઘળી રકમ સુદ્ધાં એકંદર ન ગણ્યો છે. સને 1681 માં વેપાર માટે કંપનીએ પપ લાખ 2 થી 6 ટકાની તરીખે લીધા હતા. ઈગ્લંડમાં કંપનીને મક્તા વિરૂદ્ધ ફરીઆદ ઉઠાવનારા પુષ્કળ લેકે હતા પરંતુ જોશુઆ ચાઈલ્ડ તે સઘળાને શાંત પાડયા હતા. તેણે સને 1681 માં જાહેર કર્યું હતું કે –“કંપનીના વેપારને લીધે ઇંગ્લંડના રાજાને વર્ષે છ લાખ રૂપીઆ ફક્ત જકાતનાજ મળે છે. સુમારે છ સાત લાખને માલ દેશાવર જાય છે. ઈસ્ટ ઈન્ડીઆ કંપનીને વેપાર ચાલતું ન હોત તે આટલે બધો માલ અહીંથી ચડત નહીં, અને વલંદા તથા ફ્રેન્ચ વેપારી એજ પૂર્વમાં ખપત માલ અહીંથી નિકાસ કર્યો હોત.” આવો રે અને કડક ઉત્તર બહાર પડતાં ઉપરની ફરીઆદ કેટલેક અંશે બંધ પડી હતી. ખરું જોતાં કંપની પોતાના ઈજારામાં ઘણી સખત નહોતી; તેની સંમતિથી ગમે તે માણસને ખાનગી વહાણો એકલી વેપાર કરવાની છૂટ હતી, પણ કેટલીક વસ્તુઓની ખરીદી તથા વેચાણ એના સિવાય બીજાથી