________________ ૩૩ર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ને ખર્ચ અને તેમાં સંસવાં પડતાં સંકટો જબરદસ્ત હતાં તેમજ જકાત પેટ પણ ભારે રકમ આપવી પડતી. વળી હિંદુસ્તાનની વખારના સંરક્ષણ માટે તથા દેશી રાજાઓ સાથે ભાંજગડ કરવામાં આસરે છ લાખ રૂપીઆ દરસાલ ઉપડતા. એમ છતાં કંપનીના શેરનો ભાવ જે સને 1670 માં 70 હતા તે સને 1675 માં સેંકડે 245 ઉપર ગયા હતા. સને 1657 માં કૅમ્પલે કંપનીના વહિવટ માટે કરેલી ગોઠવણ પછી એ સંસ્થાને જોઈએ તેટલું નાણું મળવા લાગ્યું, અને વેપારમાં પુષ્કળ ન થવા માંડે. સને 1961 માં એના શેરનો ભાવ 92 થી 94 હતે. તે સને 1665 માં વલંદાઓ સાથે યુદ્ધ શરૂ થતાં એકદમ 70 લગી ગગડી ગયો. ચાર વર્ષ પછી ફાયદો થતાં આ ભાવ 130 લગી ચડ્યો. એ પછી દર ત્રણ વર્ષે કંપનીના વેપારને હિસાબ બંધ કરી ભાગીદારોનાં નાણું તેમને પાછાં સ્વાધીન કરવામાં આવતાં. એ પ્રમાણે શેરનાં વેચાણ તથા ખરીદી ચલાવી હમણુની ઈન્ટ સ્ટોક સંસ્થાની તે સમયે શરૂઆત થતી હતી. આ સામાઈક ભંડેળની પદ્ધતિને ફાયદે પ્રથમ મેળવનાર ઇંગ્લંડમાં ઈસ્ટ ઈન્ડીઆ કંપની હતી. બીજા ચાર્સ રાજાના સમયમાં એમાં નાણું રેકવા જેવો બીજે કંઈ પણ ફાયદાકારક ધંધો લેકે માટે નહોતા. સને 1977 માં શેરનો ભાવ 245 થયો, અને બીજાં ચાર વર્ષમાં 280 ઉપર ગયે. સને 1682 ના જાનેવારી માસમાં સેંકડે દેઢસો ટકા લેખે ભાગીદારોને નફે વહેચી આપવામાં આવ્યો હતો. આ પ્રમાણે થયેલા ભારે નફાને પરિણામે સને 1658 માં કંપનીએ ઉભો કરેલે 35,98,910 રૂપીઆનો ભંડોળ લેકેને પાછા મળવા ઉપરાંત તેટલી જ રકમ કંપની પાસે રહી. એલિન (Evelyin) લખે છે કે “સને ૧૬પ૭ માં સે પૈડનો શેર 250 પૈડ માટે મેં ખરીદ્યો હતો તે સને 1982 માં 750 પૈડ માટે વેચે.” એટલે પચીસ વર્ષમાં મૂળ ભંડોળ પાછો મળવા ઉપરાંત તેને 500 પિંડ ન થયો હતો. આ નફે સને 1683 માં પરાકાષ્ટાએ પહોંચે કેમકે ત્યારે 100 પાંડના શેરને ભાવ 35. પાંડ થયો હતો, અને કઈ કઈ વેળા તે 500 પાંડ ઉપર જ હતે. માલની ખરીદી તથા વેચાણ ઉપર થત આ નફે મનન