________________ 346 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે એ સ્થિતિમાં વેપાર ઉદ્યોગ થડે બાજુએ મુકી, તેનાં નામ હેઠળ રાજ્યપ્રાપ્તિને વિચાર કરવાનું બની શકશે, અને યોગ્ય પ્રયત્ન કરવામાં આવે તે તે સિદ્ધ પણ થાય એવાં સ્વમાં કંપનીના આ દેશમાંના કેટલાક અધિકારીઓને આવવા લાગ્યાં. મુંબઈ જેવી સ્વતંત્ર જગ્યા તેમના તાબામાં આવ્યા પછી માહમાંહે લડતા દેશી સત્તાધિકારીઓની વચ્ચે પડી પિતાને અંતિમ હેતુ સાધી લેવાની કંપનીને સારી સવડ મળી. રાજ્ય સ્થાપનાને પહેલો વિચાર કરનારાઓ સેન્ડન, ઐયર અને ચાઈલ્ડ હતા, અને એ કામમાં તેઓએ આગળ પડતે ભાગ લીધે હતો. તે સમયની રાજકીય પરિસ્થિતિનું સારું અવલેકન તેમણે કર્યું હતું; અંગ્રેજ કાફલાનું ખરું બળ તેઓ જાણતા હતા. મોગલ બાદશાહ દ્રઢતાથી રાજ્યની ધુળધાણું કરવા મંડ્યો હતો તે તેઓએ બરાબર જોયું હતું. ચાઈલ્ડ ઉતાવળ કરી બાદશાહ સાથે બાથ ભીડી જોઈ હતી. પણ એ સઘળું છતાં તે વેળાની કંપનીની વધતી જતી સત્તાની, અને ઔરંગજેબનાં મંદ પડતાં સામર્થ્યની તુલના કરવી કેવળ અંસભવિત વાત હતી. ઔરંગજેબે અંગ્રેજોને સહેજમાં હરાવ્યા હતા, છતાં તેઓ શિક્ષાને લાયક નથી એમ સમજી તેમના તરફ તેણે દયા બતાવી હતી. એજ અરસામાં ચાઈલ્ડ મરણ પામવાથી કંપની નિર્વિઘે પિતાનું કામ કરી શકી. આ સઘળું સમજવા માટે મુંબઈ ની વ્યવસ્થા, બંગાળના સુબેદાર શરૂખાનનું અંગ્રેજો તરફ વર્તન અને ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના મનસુબા ઈત્યાદિ એકમેકમાં ગુંથાયેલી અનેક બાબતે લક્ષમાં લેવી જોઈએ. આમાંજ એક બીજા મહત્વના પ્રશ્નનું નિરાકરણ સમાયેલું છે. હિંદુસ્તાન આપણે જીતી શકીશું એ વાત પ્રથમ ડુપ્લેએ ખુલ્લી કરવાની અને તેથી જ સને 1650 ના સુમારમાં અંગ્રેજ તેમજ કેન્ય બને એ કામ તરફ પ્રેરાયાની સામાન્ય માન્યતા ભૂલભરેલી છે. મરાઠાઓ જ્યારે નવું રાજ્ય સ્થાપે છે ત્યારે આપણાથી તેમ કેમ નહીં બને? બાદશાહના સુબેદારે બંગાળા વગેરે ઠેકાણે સ્વતંત્ર કારભાર ચલાવે છે તે આપણે તેને લાભ કેમ નહીં લેવો? એવા પ્રશ્ન શિવાજીના વખતમાંજ વિચારવંત અને દૂરદ્રષ્ટિ અંગ્રેજોના મનમાં ઘોળાયા કરતા હતા.