________________ 348 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. ૨રાજકીય પરિસ્થિતિ–બંગાળામાંની અંગ્રેજ વખાર વિશેની કેટલીક હકીકત આપણે દસમા પ્રકરણના ચોથા વિભાગમાં વાંચી ગયા છીએ. સને 1659 માં એ પ્રાંતને વહિવટ ચલાવવા ઔરંગજેબ બાદશાહે પ્રસિદ્ધ મીર જીલ્લાની સુબેદાર તરીકે નિમણુક કરી. એ ઘણે હોંશીઆર અને દક્ષ હતે. હુગલીમાંના કંપનીના પ્રતિનિધિએ પિતાની માંગણી પેટે ગંગા નદી ઉપર ફરતી એક દેશી વેપારીની હોડી પકડવાની ખબર પહેચતાં કંપનીના અમલદારે ઉપર તે ઘણે ગુસ્સે થયો, અને તેમની હુગલીની વખાર બંધ કરી બંગાળામાંથી તેમને હાંકી કહાડવાની ધમકી આપી. અંગ્રેજ પ્રતિનિધિએ આ બાબત સુરત લખી મોકલતાં ત્યાંથી તેનાં કર્યાં માટે તેને ઠપકે મળે, અને જપ્ત કરેલી હેડી તેના માલિકને સ્વાધીન કરવા તાકીદ થઈ “એટલું કરતાં પણ સુબેદાર શાંત પડે નહીં તે સર્વએ બંગાળા પ્રાંત છેડી નીકળી આવવાની તૈયારી કરવી.” “મેગલ અધિકારીઓ વિશે ઘણું સાવધ રહેવું; તેમની મીઠી વાણી ઉપર વિશ્વાસ મુકશે. નહીં. તેમના મનમાં જ્યારે કંઈ ભયંકર મનસુબા થતા હશે ત્યારે જ તેઓ બહારથી વિશેષ ભલાઈ બતાવે છે. " આ પ્રમાણે સુરતના અધિકારીએ બંગાળાના તેના ગોઠીઆઓને સલાહ આપી હતી પણ આ પછી તરતજ એટલે સને ૧૯૬૩માં મીર જીલ્લાના થયેલા મરણથી આ પ્રકરણને અંત આવ્યો, અને ઈસ્તખાન બંગાળાનો સુબેદાર થયો. મુંબઈ બેટ સ્વતંત્ર રીતે અંગ્રેજોને મળે એટલે તેઓએ ત્યાં પિતાને બંદોબસ્ત કરવા માંડે એ મોગલેને બીલકુલજ પસંદ પડ્યું નહીં; અને એ વખતથીજ તેમના મનમાં એઓ પ્રત્યે વસવસો પેદા થયે. મુંબઈમાં રહેતા અંગ્રેજેમાં બે પક્ષ હતા. એક ઈંગ્લંડના રાજાને અને બીજે કંપનીને. રાજાના પક્ષનાં કેટલાંક માણસો મોગલે સાથે જંગલીપણે વલ્ય તે માટે બાદશાહે કંપનીને જ જવાબદાર ગણું, કેમકે અંગ્રેજોમાં આવા બે પક્ષ હતા એ દેશી અધિકારીઓ જાણી શકે એમ નહોતું. કંપનીનું વર્તન સામદામનું હતું. આજીયર જેવા પુરૂષે રાજ્ય સ્થાપવાની લાંબી લાંબી વાતે વિલાયત લખી મોકલતા, તે ત્યાંના ઉપરી અમલદારોને