________________ 357 ચિત્તગામ કયાં, મેગની સત્તા કેટલી, ઈત્યાદી બાબતમાં તેઓ આટલા બધા અજ્ઞાત હોય એ આશ્ચર્યકારક છે. અર્થાત ઉપરને એક પણ વિચાર પાર પડયો નહીં એટલું જ નહીં, પણ અન્ય ઉપાયોથી બાદશાહની મરજી અંગ્રેજોએ મેળવી લીધી હોત નહીં તે હિંદુસ્તાનને ઈતિહાસ આજે તદનજ બદલાઈ ગયો હોત. 3. કલકત્તાની સ્થાપના-મોગલ સાથે ચાલેલા આ યુદ્ધ દરમિયાન કલકત્તાની સ્થાપનાને આરંભ થયો હતો. અંગ્રેજોના સુભાગ્યે બંગાળામાં આ વેળા જોબ ચાર્લોક (Job Charnock) નામના ધૂર્ત ગ્રહસ્થના ત્રણ વર્ષ પછી કાસીમબજારની સિલમાં 200 રૂપીઆને પગારે તેની નિમણુક થઈ હતી, અને સને 1664 માં બંગાળાની મુખ્ય જગ્યા તેને મળી હતી. સોળ વર્ષ પટનામાં રહી તેણે દેશસ્થિતિનું સારું નિરીક્ષણ કર્યું હતું. કેટલીક વેળા તેને નવાબના હાથની ચાબુક ખાવી પડેલી અને કેદમાં : પણ જવું પડેલું. આજ અરસામાં ઔરંગજેબના રાજ્યમાં ચાલતી અવ્યવસ્થાને લાભ લઈ સ્થાનિક અમલદારો મરજી માફક વર્તવા લાગ્યા હતા. એક હિંદુ બાઈ સતી થવા જતી હતી તેને ચાનેકે સિપાઈ મોકલી પકડી મંગાવી તેની સાથે લગ્ન કર્યો, અને દેશી રીત પ્રમાણે તેની સાથે રહેવા લાગ્યો. તે બાઈને સંતતિ થઈ તે પણ તેણે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાનું કબૂલ કર્યું નહીં, પણ ઉલટો ચાલેંકેને પિતાના ધર્મ તરફ વાળ્યો. આ ઉપરથી એણે ખ્રિસ્તી ધર્મ છેડી દીધે એમ કેટલાકનું કહેવું છે પણ તે મળતા પુરાવા ઉપરથી ખરું લાગતું નથી એમ હંટર સાહેબ લખે છે. કલકત્તામાં એની કબર છે તે ઉપરથી તે મરણ સમયે ખ્રિસ્તી ધર્મને અનુયાયી હતો એમ ખુલ્લું જણાય છે. સને 1681 માં બંગાળાની વખારે મદ્રાસના હાકેમથી સ્વતંત્ર કરવામાં આવી ત્યારે કાસીમબજારની મુખ્ય જગ્યા મેળવવા ચાર્નેકને અપેક્ષા થઈ હતી; પણ બે વખત તેની આશા ભંગ થઈદેશી વેપારીઓએ ચાખેંકની સામે વખારને હિસાબે તહેણાની ફરીઆદ માંડી મોગલ અધિકારી પાસેથી હુકમનામાં મેળવ્યાં ત્યારે એણે જવાબ આપ્યો કે “અન્યાયી અને