________________ પ્રકરણ ૧ર મું. ] રાજ્ય સ્થાપનાને લેભ. 355 હતી. બીજી યુરોપિયન પ્રજાની વખારો સમુદ્રની ઘણી નજદીક હતી; પણ અંગ્રેજોએ બાદશાહનાં ફરમાન ઉપર ભરોસો રાખી હુગલી શહેરમાં પિતાની કોઠી ઘાલી હતી. એ ઠેકાણું તદન સહીસલામત ન લાગવાથી હુગલી નદીના કાંઠા ઉપરના માલ ઉતારવાના ઘાટ પર શેડી કિલ્લેબંધી કરવાની પરવાનગી અંગ્રેજ પ્રતિનિધીએ સુબેદાર પાસે માંગી (સને 1685). આ પરવાનગી નહી આપતાં એ લેકે ઉદ્ધામપણે વર્તી આપણું હુકમો તેડે છે એવી ફરીઆદ તેણે બાદશાહને કરી. કંપનીનાં વહાણે માલ ન મળવાથી ખાલી પાછાં ફર્યા, અને બંગાળામાં બીજા વેપાર પણ સ્થાનિક અધિકારીની મરજી ઉપર અવલંબી રહેવા લાગ્યો. આથી એમણે બંગાળા પ્રાંત છેડી જો કે મોગલ સાથે ખુલ્લી રીતે લડવું એ અગત્યના સવાલનું નિરાકરણ કરવાનું કંપનીને માથે આવી પડયું. આ તરફ મુંબઈમાં સર જોન ચાઈલ્ડ લડાઈની જ વાત કરતે હતે. સને 1684 ના તેના એક પત્રમાં હેઠળ પ્રમાણે મજકુર છે– મેગલે સાથે તકરાર કરવાનો પ્રસંગ આવતાં હું શું કરીશ તે કહી શકતા નથી. આજ લગી થયા તેટલા ઉપાયો કર્યા; દરરોજ અમારું અપમાન તથા અવદશા થાય છે તેની સીમા નથી. આથી થવાનું હોય તે થાય, પણ એકવાર મેગલને હાથ બતાવી જોવાનો ઘણો વિચાર થાય છે..હમણું ચાલતી ગડબડાટમાં આપણે નિભાવ કરવાની, તેમજ આપણા રાજાની તેમજ દેશની ગયેલી સઘળી આબરૂ પાછી મેળવવાની ઈચ્છા હોય તે બાદશાહ સાથેજ બાથ ભીડવી જોઈએ.’ જમીન ઉપરના યુદ્ધમાં અંગ્રેજો ટકી શકશે નહીં એ ચાઈલ્ડ જાણતા હતા, પણ સમુદ્ર ઉપર મોગલનાં યાત્રાળુ વહાણોની બરાબર ખબર તેઓ લઈ શકશે એ તે સારી પેઠે સમજતો હતો; અને અત્યાર પહેલાં તેવા પ્રકારની ભાષા કાગળપત્રમાં તે વાપરવા લાગ્યો હતે. એ સઘળી ફરીઆદ ઇંગ્લંડમાં કંપનીના કાન ઉપર આવતાં હિંદુસ્તાનમાં અંગ્રેજોએ શું કરવું તે વિશે ઘણી તકરાર ચાલી. જેવી રીતે આ દેશમાં સર જોન ચાઈલ્ડ મેગલ સામે લડવા ઉત્સુક બન્યા હતા તેવીજ