________________ 354 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે, 1677 માં મદ્રાસના પ્રેસિડન્ટ સુબેદારને લખી જણાવ્યું કે, “જો આ ન જુલમ આપના તરફથી બંધ ન થશે તે બંગાળા પ્રાંત છોડી અમારે ચાલ્યા જવું પડશે.” આ ધમકીને અર્થ એટલે જ થઈ શકે કે જે અંગ્રેજો બંગાળામાંથી ખસી જાય તે સુબેદારને તેમના વિના ચાલશે નહીં. તે જ વર્ષમાં થોડા દિવસ શઈસ્તખાનની બદલી થવાથી એકવીસ હજાર રૂપીઆ દંડ ભરી નવા સુબેદાર પાસેથી બંગાળામાં જકાતની મારી અને વેપારની પરવાનગી અંગ્રેજોએ મેળવી. પરંતુ સને 1679 માં શસ્તખાન બંગાળામાં પાછા આવ્યા ત્યારે ફરીથી તે ત્રાસ આપશે એ બહીકે તેમણે બાદશાહનું નવું ફરમાન મેળવ્યું. એમાં માત્ર સુરતમાંજ એમની પાસેથી જકાત લેવી પણ બીજે ઠેકાણે લેવી નહીં એવો હુકમ બાદશાહે કર્યો હતો (સને 1680). આ હુકમ હુગલી પહોંચતાં અંગ્રેજોએ પિતાને આનંદ પ્રદર્શિત કરવા માટે 300 તપની સલામી આપી. પણ એ તોપના અવાજે ભાગ્યેજ બંધ પડયા એટલામાં બાદશાહના હુકમની કિમત કેટલી હતી તે સુબેદારે તરતજ તેમને બતાવી આપી. બંગાળાને વેપાર ઘણે નફાકારક હોવાથી, આ પ્રમાણે મળેલાં બાદશાહી ફરમાનનાં જેર ઉપર કંપનીએ ઉત્સાહથી પ્રેરાઈ બંગાળાની વખારો મદ્રાસથી સ્વતંત્ર બનાવી દીધી, અને હુગલીમાં બંદોબસ્ત જાળવવા માટે 20 અંગ્રેજ સિપાઈઓ મોકલ્યા. પરંતુ સુબેદારે સુરોખાર વેચાતા લેવા અંગ્રેજોને મના કરી. સુરેખાર લેનારા તેમના પ્રતિનિધિને તેણે કેદમાં પુર્યો, અને ફરમાનમાં ઉલ્લેખ સંશયાત્મક હેવાના કારણે તેમની સઘળી ખરીદી તથા વેચાણ ઉપર 3 ટકા જકાત નાંખી. આ જકાત નાંખવાનું બીજું ખાસ કારણ એ હતું કે અહીં થેડી કિમતે ખરીદેલ સુરેખાર અંગ્રેજો વિલાયત લઈ જઈ ત્યાં તેને દારૂગોળો બનાવી લડાઇના કામમાં લેતા. જકાત કેટલી બેસાડી હતી તેને પ્રશ્ન નથી; જે થોડી હોય તે તેના બહાના હેઠળ કંપનીને હેરાન કરવાની મંગલ અધિકારીઓને જોઈએ તેટલી સરળતા પડે એ સ્વાભાવિક છે. આ જકાત નાંખવાનું મુખ્ય કારણ એજ હતું કે અંગ્રેજો મંગલેના તાબામાં છે અને એ પરતંત્રતા તેઓએ ભુલવી જોઈએ નહીં, એવી ઈસ્તખાનની ખાસ ઇચ્છા