________________ પ્રકરણ 12 મું. ] -રાજ્ય સ્થાપનાને લાભ. 351 મજબૂત કરવાનું ઠરાવ કર્યો. એમ છતાં ખર્ચ ઘણે નહીં કરે અને વેપારને લેભ છોડ નહીં એ બાબત તેમને મત પહેલાં જેજ દ્રઢ રહ્યો હતું. પરંતુ સુરત છેડી મુંબઈ આવ્યા પછી નવીન પ્રકાર ઉદ્વવ્યા. ત્યાં અંગ્રેજોને મેગલનો આશ્રય નહીં મળવાથી તેમણે પિતાને બંદોબસ્ત કરવું નહીંતર હિંદુસ્તાન છોડી ચાલ્યા જવું એ પ્રશ્ન તેમની આગળ ખડે થયો. બંગાળામાં શસ્તિખાન સાથે તેમને ઝગડો શરૂ થતાં ત્યાં પણ તેમણે શસ્ત્ર ધારણ કરવાં નહીં તે બંગાળામાંથી ચાલતા થવું એવો પ્રસંગ આવ્યો. સને ૧૬૧૬માં સર ટૅમસ રેએ વહિવટની પદ્ધત ઠરાવી ત્યારથી 70 વર્ષ લગી તે તેણે દેરી આપેલી હદમાં કંપનીનું કામ ચાલ્યું. રે લખે છે કે, “યુદ્ધ અને વેપાર એ પરસ્પર વિરૂદ્ધ છે. તમને મારું આગ્રહપૂર્વક કહેવું છે કે તમારે સમુદ્ર સિવાય બીજે ઠેકાણે યુદ્ધ કરવું નહીં; ત્યાં પણ તમને વિજય મળશે એમ ખાતરી નથી, લશ્કર વધારી પોર્ટુગલે આપણે નાશ કર્યો હતો, છતાં ત્યાંના રાજાને હિંદુસ્તાનમાંથી કંઈ પણ ફાયદો મળ્યો નહીં એ ધ્યાનમાં રાખવું. વલંદા લોકોએ તલવારના ઘેર ઉપર ખેતી કરવા માંડી એ પણ ભૂલ હતી. કારણ ખેતીમાને સઘળો ફાયદે નકરોના પગારમાં પુરે થઈ જાય છે. માટે જે તમારે ફાયદે મેળવવો હોય તે સમુદ્ર ઉપર શાંતપણે વેપાર કરી મેળવો. લશ્કર વધારી યુદ્ધપ્રસંગે ઉપસ્થિત કરવામાં નિઃસંશય હાનિ થશે.” મેગલ બાદશાહીના સંબંધમાં રેએ કરેલું અનુમાન યોગ્ય જ હતું. જે કંઈ કરવું હોય તે પ્રત્યક્ષ મેગલ બાદશાહ સાથે બંદેબસ્ત કરી કરવું વચમાંનાં માણસને ગણકારવાં નહીં. પરંતુ આ સિદ્ધાંત પ્રમાણે મેગલ રાજ્યની બહાર કંપનીએ કેવી રીતે ચાલવું? પૂર્વ કિનારા ઉપર મેગલેની સત્તા નાશ થતાં પિતાનાં રક્ષણ અર્થે કિલ્લા વગેરે બાંધવાની તેણે પિતાના નેકરેને રજા આપી નહીં એનું પરિણામ વખતના વહેવા સાથ ઘાતક નિવડયું. દેશમાને બદેબસ્ત ઢીલે પડતાં ગમે તેણે ધસી આવી અંગ્રેજોને ગભરાવી તેમની વખારો લૂટવા માંડી, તે પણ કંપની ચેતી નહીં. મદ્રાસમાં કિલ્લેબંધી ઉપર ખર્ચ કરવા માટે કેટલાક પ્રેસિડન્ટ બરતરફ કરવામાં આવ્યા હતા;