________________ 350 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જો. દુનીઆને જે અનુભવ મળ્યો છે તે ઉપરથી અમારું સમજવું છે કે આવું કામ કરનારાને દેશના કાયદા કાનુન તથા રીતભાતની માહિતી હોવી જોઈએ, કેમકે ત્યારે જ તે પરદેશી રાજા સાથે તહ, યુદ્ધ કિંવા વેપારનાં કામ યોગ્ય રીતે કરી શકે. માત્ર નાનપણથી સઘળી જીંદગી હિંદુસ્તાનમાં ગાળવાથી, ત્યાંની ભાષા શીખવામાં લાંબો કાળ વ્યય કરવાથી, અથવા વેપારની ઉથલપાથલ સમજવાથી આવા કામ માટે જોઈતી દક્ષતા મળી હોય એમ ધારી શકાતું નથી. ફેર્ટ સેન્ટ જ્યોર્જમાં ડેપ્યુટી ગવર્નર તરીકે કામ કરનારને ઉપરના સઘળા ગુણની જરૂર છે ખરી, પણ તેના કરતાં પણ વધારે વિદ્વતાની હવે જરૂર છે. અમે જ્યારે માત્ર વેપાર પાછળ રોકાયા હતા ત્યારે આ ગુણ કદાચિત યોગ્ય લાગતું, પણ હાલમાં અમારા મહાન પ્રતાપી રાજાએ અમારા ઉપર મહેરબાની કરી સનદ વગેરે આપી અમારી સત્તા અને અમારા અધિકાર વધારી આપ્યાં છે. હવે હિંદુસ્તાનમાં રાજાની યોગ્યતા અમને મળી છે, એટલે વલંદા લોકોની માફક અમને પિતાને બચાવ કરવાની, સ્નેહીઓને મદદ કરવાની તથા શત્રુઓને શિક્ષા કરવાની સત્તા પ્રાપ્ત થઈ છે.” સને 1686 ના સુમારમાં લખાયેલા આ પત્ર ઉપરથી કંપનીની મહત્વાકાંક્ષા તે વેળા કેટલી હતી તે સ્પષ્ટ દેખાઈ આવે છે. સર જોન ચાઈલ્ડ મુંબઈને અધિકારની લગામ હાથમાં લીધી ત્યારથી કંપનીને સદ્ધર બનાવવા તરફ અમલદારેનું વિશેષ લક્ષ હતું. સુરત ઉપર મરાઠાઓ વારંવાર ઉતરી આવવાથી ત્યાંની મેગલ સત્તા ઢીલી પડી ગઈ હતી. બીજી તરફ કર્નાટક અને મદ્રાસની સ્થિતિ પણ એવી જ હતી. એથી કરીને વહાણેની સંખ્યા વધારી તથા તે ઉપર તેપ વગેરે ગોઠવી પિતાનાં રક્ષણ માટે યોગ્ય ઉપાય કરવાનું કંપનીને અવશ્યનું હતું. આ ઉપાય ધીમે ધીમે અમલમાં આવ્યું. સુરત છોડી અંગ્રેજે મુંબઈ ગયા; પૂર્વ કિનારે બંગાળા પ્રાંતમાં ભારે અથડામણ પછી તેમને હાથે કલકત્તાની સ્થાપના થઈ મદ્રાસની હકીકત પણ તેવીજ હતી. આ સ્થિતિની અસર ઈગ્લડ લગી પહોંચી હતી. કોર્ટ ઑફ ડાયરેકટરએ સને 1684 માં અનિશ્ચિતપણું ત્યાગ કરી ફેજ કિલ્લા અને લડાયક જહાજની મદદથી મુંબઈ વગેરે બીજાં ઠેકાણમાંની પિતાની સત્તા