________________ પ્રકરણ 12 મું.] રાજ્ય સ્થાપનાને લેભ. 349 ખરી લાગતી નહીં. એ વેળા પણ હિંદુસ્તાનનું રાજ્ય તેમના હાથમાં હતું, પણ તે માટે પ્રયત્ન કરવા જોગી જરૂરની સામગ્રી તેમની પાસે નહોતી. બ્રુસ લખે છે કે, " શિવાજી અથવા મેગલ સાથે પ્રેસિડને કેવા પ્રકાર વ્યવહાર રાખવે તેનું ધોરણ નક્કી કરવાનું છોડી દઈ ઉલટું “સાવધગિરીથી વર્તવું, ટંટે ઉપસ્થિત કરે નહીં” એવા મજકુરના હુકમ કંપની પિતાના અધિકારીઓને મોકલતી; આથી કરીને પ્રેસિડન્ટની અડચણ દૂર થતી નહીં. ઈગ્લંડમાંના અધિકારીઓને હિંદુસ્તાનના વ્યવહારની ખરી કલ્પના આવતી નહીં, એટલે આ દેશમાંના નેકરની અડચણે તેઓ સમજી શકતા નહીં, અને તેમના લખેલા પત્રોથી, હિંદુસ્તાનમાં કંઈ કામ થતું નહી."* ઔરંગજેબ દક્ષિણમાં ઉતરી પડે ત્યારથી મેગલ, મરાઠા, સીધી, તેમજ વિજાપુર અને ગેવળકન્ડાના રાજાઓ એ સઘળાના એકત્ર ત્રાસદાયક પ્રયાસને લીધે દક્ષિણને મુલક ઉજજડ થવાથી અંગ્રેજોના વેપારને પણ છેકે લાગ્યા હતા. સુરતની વખારને દસ લાખ રૂપીઆ દેવું થયું હતું, તે વખતે વધારે ખર્ચ કરી મુંબઈમાં કિલ્લા વગેરે બાંધવા કંપની તૈયાર નહોતી. આ કામને માટે સુરતની કન્સિલ તરફથી 50 લાખ રૂપીઆની માંગણી ઈગ્લેંડ ગઈ હતી પણ તે ત્યાં સ્વીકારવામાં આવી નહીં. એમ છતાં કંપનીના વિચારમાં ધીમે ધીમે ફરક પડતે ગયો હતો, એના એક પત્રમાં હેઠળને મજકુર છે. મી. હિગિન્સનને અમે એકદમ મોટી જગ્યા આપી તે માટે તમારે શક લાવવા કારણ નથી. હિગિન્સનને માટે અમારા મનમાં પક્ષપાત નથી,તેમ તેને માટે કોઈએ અમારા ઉપરસિફારસ લગાડી નથી. પ્રત્યક્ષ તેના મનમાં પણ આ જગ્યા લેવા કંઈ અભિલાષા નથી. વળી આ નિમણુકથી બીજા કોઈને હક ડુબાવી તેને અપમાન કરવાની અમારી ઈચ્છા નથી. આ નિમણુક અમે ખરેખર દેશહિતના વિચારથી જ કરી છે. મી. હિગિન્સન વિદ્વાન છે; લૅટિન અને ગ્રીક ભાષા તે જાણે છે; ઈતિહાસની તેને માહિતી છે, અને જાતે બુદ્ધિવાન હોવાથી કંપનીને કારભાર ચલાવવા તથા રાજકીય ઉથલપાથલ સમજવા માટે તે યોગ્ય પુરૂષ છે. અમને * Bruce's Annals of British Commerces