________________ 344 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ ભાગ 3 જે. સઘળા સદા કરવાનું હોવાથી તેની મહત્તા ઘણી હતી. આસપાસના પ્રદેશમાં ફરી કંપની માટે માલ ખરીદવાનું તેનું મુખ્ય કામ હતું. તેને જામીન આપવા પડતા, અને સધળી જાતના સોદા ઉપર તેને ત્રણ ટકા મળતા. કેટલીક વેળા આસપાસના વેપારીઓ માલના નમુના લઈવખારમાં આવતા, અને સેદા નક્કી થતાં તેમને કંપનીના અમલદાર તરફથી જકાતની માફી પરવાને મળતું. આવા પરવાનાની રૂએ અંગ્રેજ વખારમાંથી વેચવા માટે બહાર પડતા માલ ઉપર, અને બહારથી ખરીદ કરેલા અને વખારમાં આવતા માલ ઉપર, જકાત લેવામાં આવતી નહીં. આ સમયે હિંદુસ્તાન આવતા અંગ્રેજે હમણાની માફક દેશીઓથી દૂર રહેતા નહીં, કારણ તેમ કરવાથી તેમને અહીં સ્થાન મળવાનું મુશ્કેલ હતું. તેઓ છૂટથી લેકમાં ભેળાતા અને ઘણુંખરૂં અહીંની રીતભાત પાળતા અને જમીન ઉપર બેસી જમતા. સુરતમાંના કંપનીના કરોની સામાન્ય રહેણી વિરૂદ્ધ દેશીઓને પિકાર ઉઠાવવાને કંઈ કારણ નહોતું; પણ એ બાબતમાં બંગાળામાં ઢીલાપણું તથા અવ્યવસ્થા હતાં. ત્યાંના અંગ્રેજો વિશે શસ્તખાન વારંવાર કહેતો કે તેમના જેવા દુષ્ટ, તકરારી, અને જુઠા લોકો બીજા કોઈ નહતા.” સર હેનરી કુલ લખે છે કે, “આ સમયમાં તેમનાં નિંદ્ય વર્તન ઉપરથી આગળ જતાં તેઓ સારું નામ મેળવશે અને તેમાંથી એલ્ફિન્સ્ટન, મરો, માલ્કમ, લોરેન્સ જેવા કૃત્વવાન પુરૂષો ઉત્પન્ન થશે એવું કઈને પણ લાગતું નહીં.” માંહોમાંહે જ્યારે એ લેકે ગાળાગાળી કરે અને ગેરવર્તણુક ચલાવે ત્યારે દેશી વેપારીઓ પ્રત્યે તેમની વર્તણુક ભયંકર અને ત્રાસદાયક હોવી જોઈએ. તેમના હાથમાં દેશી વેપારી સપડાયે તે તેની પાસે કંપનીને માલ મોઘે ભાવે પણ વેચાતે લેવાડવા માટે, અને પિતાને માલ અતિશય સતે દરે કંપનીને આપવા માટે હરેક રીતે તેને કનડતા અને તેની પુંઠ પકડતા; સેદે નક્કી થાય નહીં ત્યાં સુધી તેને છુટ મુકતા નહીં, અને બજાર ભાવની પણ તેને ખબર પડવા દેતા નહીં. વખારમાં અંગ્રેજોના ખાનાના ટેબલ ઉપર હરરહની વસ્તુઓ હમેશ