________________ પ્રકરણ 12 મું.] . રાજ્ય સ્થાપનાને લેભ. (૩૪પ પુષ્કળ આવતી. શાક, ફળફળાદિ, શિકાર, માછલી ઈત્યાદિ ભેજનના પદાર્થ સસ્તા અને પુષ્કળ મળતા. દરેક વખારની પાસેના નોકરેના રહેવાનાં ઘરની બાજુમાં મોટા બાગ હતા, અને ત્યાં શાકભાજી વગેરે પુષ્કળ થતું. કપડાંલત્તાં પણ તેમને જોઈએ તેટલા સોંઘાં મળતાં. સને 1699 માં બંગાળા પ્રાંતમાંની સઘળી વખારની એક સ્વતંત્ર પ્રેસિડન્સી એટલે ઈલાકે બનાવવામાં આવ્યો, અને ચાર્લ્સ આયર (Charles Eyre) તેને પહેલે ગવર્નર થયે. પ્રકરણ 12 મું. રાજ્ય સ્થાપનાને લેભ. | (સને 1688 ) 1. ધમધોકાર વેપારનું પરિણામ. 2. રાજકીય પરિસ્થિતિ. 3. કલકત્તાની સ્થાપના. 4. ઔરંગજેબ સાથે યુદ્ધ. 5. મદ્રાસની સ્થિતિ. ૧ધમધોકાર વેપારનું પરિણામ –વ્યક્તિનાં અને રાષ્ટ્રનાં ચરિત્રમાં આબેહુબ સમાનતા છે એનું એક ઉત્તમ ઉદાહરણ કંપનીના આ સમયના કામમાંથી મળી આવે છે. પ્રથમ કંપની ગરીબ હતી ત્યાં સુધી તે દેશી અધિકારીઓની મરજી સંભાળતી હતી. ક્રોવેલની વ્યવસ્થા પછીનાં દસવીસ વર્ષમાં તેને જે આબાદી પ્રાપ્ત થઈ તેથી પૂર્વની મર્યાદામાં રહેવાનું તેને યોગ્ય લાગ્યું નહીં, પણ રાજ્ય સ્થાપના તરફ તેનું લક્ષ દેરાયું. એ કેવી રીતે બન્યું તે હવે આપણે જોવાનું છે. કૅપેલે વલંદા રાજ્યને તેડી પાડી કંપનીના વેપારની સુવ્યવસ્થા કરી આપ્યા પછીનાં પચીસ વર્ષમાં એ સંસ્થા અતિશય આબાદ થઈ પોર્ટુગીઝ લેકેની સત્તાનો લય થતાં વલંદાઓ પણ મંદ પડી ગયા હતા.