________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 341 વેપારમાં પડેલી કેઈ સંસ્થાએ પિતાની વ્યવસ્થા તથા વહિવટ કેવી રીતે બદલ્યા કરવાં તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ઈસ્ટ ઈન્ડીઆ કંપનીના ઈતિહાસ ઉપરથી આપણને મળે છે. શરૂઆતનાં સો વર્ષમાં રાજ્યમાંથી નાણું અને માણસે પરદેશ ઘસડી લઈ જવાને કંપની ઉપર આક્ષેપ હતો; તે દૂર કરવા માટે અને તે વિના કારણને છે એવું લેક સમક્ષ પ્રત્યક્ષ પુરવાર કરવા સારૂ કંપનીને ઘણી મહેનત કરવી પડી. એ પછી અરાઢમા સૈકાના આરંભમાં કંપની વિરૂદ્ધ બીજીજ ફરીઆદ શરૂ થઈ. હિંદુસ્તાનમાં વણાયેલાં ઉત્તમ રેશમી અને સુતરાઉ કાપડ ઈગ્લડ લાવી કંપનીએ સસ્ત દરે વેચવાથી ત્યાંના કારીગરે નકામા થઈ ગયા અને એક રીતે આથી તેમના પેટ ઉપર પગ મુકાય. હિંદુસ્તાનના બારીક કાપડનો ખપ ઈગ્લંડમાં એટલે થવા લાગ્યું હતું કે ગરીબ ચાકરડીએથી મોટા મોટા સરદારે સુદ્ધાં કેઈને પણ એ કાપડ વિના ચાલતું નહીં. લેકેના શરીર ઉપર, ઘર સામાનના શણગારમાં અને ઓરડાઓ સુશોભિત કરવામાં જ્યાં જુઓ ત્યાં એ કાપડ નજરે પડતું. વિલાયતથી કેટલાક કુશળ વણકરે, રંગારા વગેરેને હિંદુસ્તાન લાવી તેમની મારફત દેશી કારીગરોને હુન્નર શીખવી ઈગ્લડમાં ખપત માલ અહીં તૈયાર કરાવી કંપની લઈ જતી. આથી છેડા વેપારીઓને મોટો નફે થત એ ખરું, પણ તેમ કરવામાં હજારે અંગ્રેજ કારીગરની અવદશા થઈ. આ હકીકત નિર્દિષ્ટ કરવા માટે નીચ શહેરમાંથી પાર્લામેન્ટને અસંખ્ય અરજીએ થઈ ત્યારે સને 170 0 માં પાર્લામેન્ટ કાયદા અન્વય એવું ઠરાવ્યું કે કંપનીએ હિંદુસ્તાનનું કાપડ ઈગ્લેંડમાં વેચવું નહીં, પણ તે યુરોપના બીજા દેશમાં લઈ જઈ વેચવામાં હરકત નહોતી. આ ઠરાવથી ઈંગ્લંડના કારીગરોનું સંરક્ષણ થયું અને થોડા વખતમાં તેમને બુમાટે બંધ પડે. હિંદુસ્તાનના સંબંધમાં વેપારી દ્રષ્ટીએ જોતાં કંપનીનાં આ કૃત્યથી આપણા દેશને ઘણું નુકસાન થયું નહોતું; પણ આગળ જતાં જ્યારે યંત્રને ઉપયોગ થવા માંડે, અને હિંદુસ્તાનમાં ઉત્પન્ન થતા કાચો માલ ઈરલંડ લઈ જઈ ત્યાં યંત્રની મદદથી આ દેશમાં ખપત માલ તૈયાર કરી કંપની અહીં લાવવા લાગી ત્યારે પાર્લામેન્ટની માફક આપણા દેશના કારીગરનું