________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપન અને કંપનીની આબાદી. . 339 ઢાકાની મલમલ –ઢાકામાં અનેક તરેહની ઉત્તમ મલમલ ઘણું અસલના વખતથી બનતી હતી, જેવી કે સાદી, ચેકડીવાળી, પટાવાળી, દાણાદાર, વેલબુટ્ટીની વગેરે. એમાંની સાદી અપ્રતિમ હતી. એ રોમન બાદશાહની પૂર્વે બેબિલેનિયન અને એસિરિયન કાળમાં પણ મશહુર હતી. સને 1660-70 ના અરસામાં આ મલમલ ઈસ્ટ ઈડીઆ કંપની મારફત પ્રથમ ઈગ્લંડમાં આવી. એ વખતે ઢાકાથી દર વર્ષે દસ લાખ રૂપીઆની કિમતની મલમલ હિંદુસ્તાનમાંથી બહાર જતી. કંપનીના વેપારીએ તે ઈગ્લડ લાવ્યા ત્યારથી ત્યાં પણ તેને ખપ વિશેષ થવા લાગ્યો. સને 1785 માં રૂ કાંતવાનું યંત્ર ઇંગ્લંડના નોટિંગહામ પ્રાંતમાં વાપરવામાં આવ્યાથી આ વેપારને ધકે લાગ્યો. બે વર્ષ રહી અહીંના જાડા નમુના પ્રમાણેનાં કાપડના પાંચ લાખ તાકા ઈગ્લેંડમાં તૈયાર થયા ત્યારે અહીંને માલ ત્યાં જ અટકાવવા માટે કાપડ તૈયાર કરાવનારાઓએ સખત બુમાટે ઉઠાવી કાપડ ઉપર 75 ટકા જેટલી આયાત જકાત બેસાડવાની સરકારને ફરજ પાડી. આથી ઢાકાને વેપાર ધીમે ધીમે દબાતે ગયો. સને 1787 માં જ્યારે 30 લાખ રૂપીઆ માલ ઈગ્લેંડ ગયો ત્યારે સને 1807 માં ફક્ત 8 લાખને, સને 1813 માં 3 લાખને ગયો; અને સને 1817 માં તો એ વેપાર તદન અટકી પડ્યો, ત્યારે કંપનીએ પિતાની વખાર ઢાક્કામાંથી ઉપાડી લીધી. ઉપર કહેલી કાપડ ઉપરની 75 ટકાની જકાત સને 1825 માં કમી કરી 10 ટકાની ઠરાવવામાં આવી તે પણ ઢાક્કાની મલમલને વેપાર ફરીથી તરી આવ્યો નહીં. કેમકે ઇંગ્લંડમાં યંત્ર ઉપર તૈયાર થયેલું બારીક સુતર હિંદુસ્તાનમાં આવવા લાગ્યું હતું અને તેને ખપ વિશેષ થતું હતું. સને 1827 માં 30 લાખ પાંડનું અંગ્રેજી સુતર હિંદુસ્તાનમાં આવ્યું હતું તે વધીને સને 1837 માં 66 લાખ જેટલું થયું હતું. આથી ઢાકાની ઉંચી મલમલ માટે જોઈતું દેશી સુતર આ દેશમાં નીકળતું બંધ થઈ ગયું. આવી રીતે મલમલના વેપારમાં અત્યંત આબાદ થયેલું ઢાકા શહેર તદ્દન નાશ પામ્યું. ઢાકા પ્રમાણે હિંદુસ્તાનમાંની સઘળી અસલની સધન પેઢીઓની દુર્દશા થઈ છે. ઈગ્લેંડના નોટિંગ હામ, ગ્લાસગો વગેરે શહેરને આબાદ કરવા માટે અંગ્રેજોએ હિંદુસ્તાનનું