________________ 338 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. માં પુનઃ ફેરફાર કરવાની જરૂર પડશે. આ સઘળું લક્ષમાં રાખી અમને તેમ કરવા ફરજ પાડશો નહીં તથા આ પત્રની નમ્ર ભાષા છેડી દેવા અમને પ્રવૃત્ત કરશે નહીં એવી આશા છે.” આ રીતે સર જોશુઆ ચાઈ હને પત્ર તે સમયની સ્થિતિને કંઈક ખ્યાલ આપે છે. હિંદુસ્તાનના અમલદારોને ઈંગ્લેડથી હુકમ આવે પણ તેને તેઓ અનેક કારણે બતાવી અનાદર કરે એવું હમેશ થતું. સો વર્ષ પછી થયેલા ફેકસ અને પિટના ઈડીઆ બીલને મુદો આ સ્થિતિ સુધારવાનું હતું. એમ છતાં વિલાયતથી આવતા હુકમ જે સ્થાનિક અધિકારીઓએ અક્ષરસઃ પાળ્યા હતા તે અંગ્રેજો આ રાજ્ય મેળવી શકતે નહીં એવો કેટલાકને અભિપ્રાય છે. સને 1615 માં સર ટોમસ રોએ કંપનીના વેપારની કરેલી ગોઠવણ પછીનાં 70 વર્ષ આ સ્થિતિ ચાલુ હતી, પણ પાછળથી રાની પદ્ધતિ બદલી નાંખી કંપનીએ ઔરંગજેબ બાદશાહ સાથે યુદ્ધ ચલાવ્યું, અને તેમાં લગભગ 40 લાખ રૂપીઆ ઉડાવી નાંખ્યા. એ ઉપરાંત વેપાર બંધ પડવાથી કંપનીને એક કરોડનું નુકસાન થયું. આ દેશમાં લશ્કરી ખર્ચ વધ્યો; ઈગ્લડમાં થયેલી રાજ્યકાન્તિને લીધે કંપનીના કામમાં ઘણા જ ઘાંટાળો ઉત્પન્ન થયે. આ કારણને લીધે કંપનીની આંટ ઉતરી ગઈ અને સને 1683 માં તેના શેરને ભાવ 500 પેડ હતું તે સને 1692 માં 190 પૈડ સુધી ગગડી ગયા. હિંદુસ્તાન, ચીન વગેરે અનેક દેશમાંની આબાદીનું પરિણામ યુરોપના વેપાર ઉપર અતિશય થયું હતું એમ ઘણા વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે. હિંદુસ્તાનમાં વરસાદની તંગીને લીધે દુષ્કાળ પડી ધાન્યના ભાવમાં એકદમ ફરક પડી જતા તે તરત જ તેનું પરિણામ ઈંગ્લંડના વેપાર ઉપર થયા વિના રહેતું નહીં એ આજ બસ વર્ષને અનુભવ છે. સારાંશમાં દુનીઆનાં મોટાં મોટાં વેપારી શહેરમાં એકદમ થયેલી ચળવળ અથવા રાજ્યક્રાન્તિનું કારણભૂત હિંદુસ્તાન એટલે તે દેશને વેપાર હતો એવો કેટલાક વિદ્વાનોને મત છે.* * Birdwood's Report of the Old Records of the India Office તથા ટીપ પૃ. 90.