________________ પ્રકરણ 11 મું] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 37 પરધર્મના ઘરમાં કોઈ દાખલ થતું નહીં, અને તેઓ તેમને તેમના આચાર” વિચારે પ્રમાણે ચાલવા દેતા, ખ્રિસ્તી ધર્મ બીજા ઉપર જુલમથી. સાવવા યત્ન કરતા નહીં, અને અગ્ય કામ કરવાનું કોને કહેતા નહીં. અન્ય લેકનાં વહાણે પોતાના બંદરોમાં કંપની આવવા દેતી, પિતાનાં વહાણવડે બંદરમાંનાં સઘળાં જહાજ તથા માલનું રક્ષણ કરતી, અને વખારમાં ઉત્પન્ન થતા માલ ઉપર આરંભમાં જકાત લેતી નહીં. તેણે પોતાના સિક્કા પાડ્યા; ન્યાયાધિશ સ્થાપી; વસાહતમાં રહેનારા લેકના જાનમાલનું યોગ્ય રક્ષણ કર્યું. સને 1685 થી 1690 સુધી અન્ય લોકો સાથે યુદ્ધ કરી જોયું, પણ તેમાં તેને યશ મળ્યો નહીં. આ પ્રમાણે બીજી યુરેપિઅન પ્રજા કરતાં અંગ્રેજોનો ક્રમ નિરાળો હતો. જે વાત માટે તેઓએ જુલમ વર્તાવ્યો તે આ લકેએ કરી જ નહીં અને તેથી તેમને અમલ પીડાકારી તથા અપ્રિય થયો નહીં. સને 1672 અગાઉ કંપનીની નાણું સંબંધી સઘળી લેવડદેવડ ઍલ્ડરમૅન બ્લેકવેલ મારફત ચાલતી. એ સદ્ધર અને નામાંકિત પેઢીમાં સને 1670 માં કંપનીને નામે 2,37,000 રૂપીઆ જમે હતા. કંપનીના શેરનો ભાવ પણ આ વર્ષે એટલે સને 1672 માં અગાઉ નહીં થયો હોય તેટલો થયેલ, તથા તેના ભંડોળ જેટલી ઉપજ તેને એક વર્ષમાં મળેલી એ ઉપરથી તેની આંટ કેટલી વધી હતી તે સહજ સમજાશે. સઘળા ભાગીદારોની સંખ્યા 80 થી વધારે નહોતી, અને તેમાંના માત્ર દસેક જણાજ સર્વ વહિવટ ચલાવતા. સને 1750 માં એ ભાગીદારોની સંખ્યા 500 થઈ તે સને 1780 માં 2000 ઉપર ગઈ હતી. ચોવીસ ડાયરેકટરની સભા સઘળો કારભાર ચલાવવા માટે મુખત્યાર હતી. સર જોશુઆ ચાઈલ્ડ કંપનીને ગવર્નર હતા ત્યારે સને 1685 માં ભંડળનો ત્રીજો ભાગ તેના એકલાનો હતો. આ કડક સ્વભાવના અમલદારે હિંદુસ્તાનમાંના સર્વ કરો ઉપર પિતાને ધાક બેસાડયો હતે. ‘તમારા પત્રની ભાષા ઉદ્ધત છે, અર્થ શુદ્ધ નીકળતો નથી, તમે વેળાસર જવાબ મોકલતા નથી, અને અમારે હુકમ બજાવતા નથી, એને અર્થ શું ? અમે તમારા ઉપરી છતાં અમારી બરાબરી કરવા તમો યત્ન કરે છે, અને એથી જ કદાચિત તમારી કન્સિલ