________________ પ્રકરણ 11 મું.] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 335 આવતે સઘળો માલ લીલામથી વેચી નાંખવામાં આવતું. આ લીલામમાં કંપનીના ભાગીદારોજ માત્ર માંગણી કરી શકતા. માલ આવતાં કોર્ટની સભા ભરાતી, અને તેમાં એક ઇંચ લાંબી મીણબત્તી સળગાવી મુકવામાં આવતી. તે કકડે બળી રહે તે પહેલાં જેની માગણી વધારે આવે તેને નામે માલ ચડાવી આપવામાં આવતું. દર બે ત્રણ વર્ષે નવી વર્ગનું એકઠી કરી તેને હિસાબ જુદો રાખવાને વહિવટ હોવાથી ઉત્તરોત્તર આ પૃથક વર્ગણીની સંખ્યા વધી જતાં, પ્રત્યેકનો નફે નુકસાન વહેંચવાનું કામ ધણુંજ મુશ્કેલ થવા લાગ્યું. વળી નફો રોકડ વહેંચાતો નહીં પણ તે પેટે માલ આપવામાં આવતો. દાખલા તરીકે સને 1641 માં 25 ટકાની વહેંચણી નક્કી થતાં 9 રેસમ, 3 કાપડ અને 2 લોંગ એ રીતે નફો વહેંચાયો હતો. આથી ઘણેજ ઘેટાળ ઉત્પન્ન થતું. . ' ડૉ. કાયર સને 1973 થી 1680 ના અરસામાં સુરત આવ્યો હતો તે કંપનીના વેપાર વિશે લખે છે કે, “સુરતથી કંપનીનાં વહાણો કાપડ ભરી બૅટમ જાય છે. ત્યાં કાપડ વેચી ડચ ડૉલર્સ લે છે અને આગળ ચીન જઈ ત્યાં સાકર, ચાહ, ચીનાઈ તથા લાખનાં વાસણ, પાર અને તાંબુ વગેરે માલ લાવે છે; રસ્તામાં સુમાત્રા આગળ અનાજને બદલે હાથીદાંત લે છે; ઈરાનથી ઔષધ અને ઉન, મેખાથી કરી, અમદાવાદથી રેશમી કાપડ અને સેનેરી નકસીવાળી તલવાર, આગ્રાથી ગળી અને કાપડ, પશ્ચિમ કિનારેથી મસાલા, મરી, અફીણ સુરેખાર, ઈત્યાદિ વસ્તુઓ ભરી લાવે છે.” 1 સુરતના જકાત અધિકારીઓ તરફથી કંપનીના નેકરને અત્યંત ત્રાસ પડતો પણું એજ સંબંધમાં યુરોપને પ્રવાસ આજે પણ કેટલે ત્રાસદાયક છે તે જેણે જોયું છે તેને તે વખતને ત્રાસ નિર્જીવ લાગશે. કોઈ પણ ઈસમ અથવા વહાણ બંદરમાં આવતાં તેની જડતી લેવાતી; રાતનાં આવેલાં વહાણને બીજા દહાડા સુધી એમને એમ પડી રહેવું પડતું. એ જડતીમાં દરેકને પુષ્કળ ત્રાસ પડત; વહાણ તથા સામાન ઉપર પહેરો મુકવામાં આવતું, અને પ્રત્યેક ઉતારૂને બેટની ફીને એક રૂપીઓ આપવો