________________ 334 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે થઈ શકતાં નહીં. આ બાબતમાં થતી ફરીઆદ બંધ કરવાના હેતુથી રાજાએ કંપનીને ફરીથી એક સનદ આપી; પણ એ રીતે લેકે હક ડુબાવવાને રાજાને અધિકાર નથી એવી તકરાર ઉપર કંપની વિરૂદ્ધ કોર્ટમાં દાવા મંડાયા–“રાજાને અધિકાર વિરૂદ્ધ હિંદુસ્તાનને વેપાર” એ નામે આ મુકરદમાએ ઘણી ગડબડાટ મચાવી. જેમ્સના મુખ્ય ન્યાયાધિશ જેકીઝે આ મુકરદમે રાજાની તરફેણમાં ચુકવ્યો, અને કેટલાકને શિક્ષા થતાં લેકને કંપનીની ઘણી દહેશત લાગી. જેમ્સ રાજાની એકંદર કારકિર્દી ઈગ્લેંડને જેટલી નુકસાનકારક હતી તેટલી જ તે કંપનીને હિતકારી હતી. રાજાને સઘળો અધિકાર સંપૂર્ણપણે કંપનીને મળ્યો હતે તે ઉપરાંત તેને બી. જાની જરૂર નહોતી. સને 1685 માં કંપનીની આબાદી પરાકાષ્ટાએ પહોંચી હતી. રાજા પોતે કંપનીને મોટો ભાગીદાર (શેર હોલ્ડર) હો તોપણ તેને એક સાધારણ ભાગીદાર કરતાં વિશેષ હક નહોતા. આ તરફ પુષ્કળ ઠેકાણે કંપનીના તાબામાંના મુલક ઉપર મુલકી, દિવાની, લશ્કરી વગેરે સર્વ અધિકાર કંપની ચલાવતી હતી. તેને નાણું પાડવાની સત્તા હતી, તેમજ યુદ્ધ તથા સલાહ કરવાને કુલ અખત્યાર હતે. એ અધિકાર બજાવવાને રાજાના કામદારો હમેશા તત્પર હતા. વાસ્તવિક રીતે જોતાં એ એક મુઠી ભર વેપારીઓની સભા નહોતી, પણ રાજાના જેવી સઘળી સત્તા ચલાવનાર એક મેટી મંડળી હતી, અને તેને વહિવટ ઘણે કડક તથા નિયમિતરીતે ચાલતું હતું. ખુદ લંડનમાં હાઈ એકસચેન્જ (High Exchange) કરીને આખા દેશની લેવડદેવડની એક મોટી સંસ્થા હતી તેનાથી ઉતરતી પંક્તીની જ ઈસ્ટ ઈન્ડીઆ હાઉસ એટલે કંપનીની પેઢીની યોગ્યતા હતી. કંપનીની સભામાં એકાદ મહત્વને સવાલ નિકાલ માટે આવતે તે પ્રસંગે હજારે પ્રેક્ષકે આતુરતાથી સભાનું કામકાજ નિહાળવા એકઠા થતા. સર જોશુઆ ચાઈલ્ડ જેવા હોંશીઆર અમલદારે કંપનીના વહિવટની વ્યવસ્થા ઘણું ઉત્તમ પ્રકારની કરી, અને વધી ગયેલી નિરર્થક લખાપડી તથા બીજાં કામને અટકાવ કર્યો. પૂર્વ તરફથી વહાણમાં