________________ 340 * હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. હિત સહેજે પણ લક્ષમાં લીધું નહીં. કંપનીના જાહેરજલાલીના વખતમાં આ દેશને વેપાર પુષ્કળ વધ્યો હતે, કેટલીક વસ્તુઓ નવી તૈયાર થવા માંડી હતી, અને ઈંગ્લેંડથી આવતું ઉત્તમ પ્રકારનું ગરમ કાપડ ફલેનલ વગેરે જોઈ અહીંના કારીગરે તેવાં કાપડ તૈયાર કરવા લાગ્યા હતા. આ હકીકતમાં સરે બર્ડવુડના મત પ્રમાણે હિંદુસ્તાનનું ધન કંપની નહીં ઇંગ્લંડની સરકાર લઈ ગઈ હતી. સત્તરમા સૈકાના અંતમાં અને અરાઠમા સૈકાની શરૂઆતમાં હિંદુસ્તાનના વેપાર તરફ અંગ્રેજોએ વિશેષ લક્ષ દોડાવ્યું હતું. કંપનીને થતા ભારે નફાથી સઘળા લેકના મહેડામાં પાણી છૂટવું, અને તેના મક્તા તરફ લક્ષ ન આપતાં ખાનગી રીતે વહાણ રવાના કરી વેપાર ચલાવનારાઓની સંખ્યા બેસુમાર વધી ગઈ. આ લેકેને પાયરેટસ (Pirates) કિંવા ઈન્ટરલેપર્સ ( Interlopers ) એટલે ચાંચીઆની સંજ્ઞા ગ્રંથકારેએ આપી છે. સને 1708 માં બે કંપનીઓ જોડાઈ ગઈ છતાં આ ચાંચીને દર બંધ પડે નહીં. અરાઢમા સૈકામાં ઈંગ્લેંડને ઘણે ખરો કાળ યુરોપનાં બીજાં રાજ્યો સાથે મોટાં મોટાં યુદ્ધ કરવામાં ગયો. આ યુદ્ધના ખર્ચ પેટે રાજ્ય તરફથી કંપની પાસે મોટી મોટી રકમ વ્યાજે લેવામાં આવી હતી, એટલે કંપનીની સનદ રદ કરવાનું અથવા ચાંચી લેકેને ત્રાસ અટકાવવાનું ઈગ્લડ સરકારે મન પર લીધું નહીં. કંપનીને લીધે રાજ્યને મોટો ફાયદો થતો હતો. તેની નોકરીમાં જે લેકે જોડાયા હતા તેમનાં મરણ બાદ તેમના છોકરાને નોકરી આપી અગર અન્ય રીતે તેમની વિધવા તથા છોકરાઓની સંભાળ લેવા કંપની તરફથી પ્રયત્ન થતા. આવી રીતે પિષણ થતા લોકોની સંખ્યા ઈગ્લંડમાં મોટી હતી. સને 1689 પછી જુની કંપની બંધ કરવા સામે વિરૂદ્ધતા બતાવવામાં આવી ત્યારે એવી વિધવા તથા છોકરાઓએ પાર્લામેન્ટને તેમ નહીં કરવા પ્રાર્થના કરી હતી. તે સમયની ઈંગ્લંડની સઘળી આબાદી વેપાર ઉપર અવલંબી રહી હતી, અને તે વેપારને મોટે હિસ્સો હિંદુસ્તાન વગેરે ઠેકાણે કંપનીના હાથમાં હતો.* Cunningham's Growth of England's Commerce.