________________ 284 હિંદુસ્તાનનાં અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. આવવાથી આ થાણું ઉભું થયું હતું. દેશના બીજા ભાગમાં તેમની માત્ર વખારોજ હતી. સને 1645 માં ગોવળકોન્ડાના કુતબશાહી રાજા પાસેથી મદ્રાસની સનદ કંપનીએ મેળવી. યુરોપમાં ક્રોવેલે વલંદાઓ સાથે આ થાણું બાબત લડાઈ કરી બંદોબસ્ત કર્યો. સને 1657 માં મદ્રાસના કામકાજની ગ્ય વ્યવસ્થા થઈ ત્યારથી આ શહેર આબાદ થતું ગયું છે. - 4, બંગાળામાં અંગ્રેજ કેઠીની શરૂઆત–સુરત અને મદ્રાસ કરતાં બંગાળાની સ્થિતિ કંઈક જુદા જ પ્રકારની હતી. એ પ્રાંત મગની રાજધાનીથી ઘણે દૂર પડે હોવાથી ત્યાંના અધિકારીઓ ઘણાખરા સ્વતંત્ર હતા. ગુજરાતમાં સુરત ઉપર જેવી રીતે બાદશાહનું પ્રત્યક્ષ લક્ષ રહેતું હતું તેવું બંગાળા ઉપર નહોતું. એવું કહેવાય છે કે ગ્રેબિઅલ બાઉટન (Gabriel Boughton) નામને એક અંગ્રેજ શસ્ત્રવૈદ્ય સને 1636 માં બાદશાહના આમંત્રણને માન આપી સુરતથી આગ્રે ગયે હતું. ત્યાં એક રાજકન્યા દાઝી ગઈ હતી તેને બાઉટને ઉપચાર કરી સારી કરી. એ માટે પિતે ફી ન લેતાં તેણે કંપની માટે બંગાળા પ્રાંતમાં બિનજકાતી વેપાર કરવાની પરવાનગી મેળવી. પણ આ વાત ખરી હોય એમ જણાતું નથી. બંગાળામાં વેપાર કરવાનો પરવાનો મેળવવા માટે સર ટોમસ રોના વખતથી અંગ્રેજ વેપારીઓ મથતા હતા એ ખરું, પણ બંગાળ તરફ પ્રથમ પગપેસારો કરનારાં મચ્છલિપટ્ટણની અંગ્રેજ કોઠીનાં માણસે હતાં. તેમણે સને 1533 માં કાર્ટરાઈટ (Cartwright) વગેરે કેટલાક વેપારીએને મહા નદીમાં થઈ એરિસા પ્રાંતમાં મોકલ્યા હતા. તેઓ પ્રથમ હરિષ પૂર આગળ ઉતર્યા. ત્યાંના હિંદુ કારભારીએ તેમને આશ્રય આપી તેમને કટકના મુસલમાન નવાબ પાસે મોકલ્યા. કિનારા ઉપરના નાના મેગલ અધિકારી, વરિષ્ઠ સુબેદાર તથા મુખ્ય બાદશાહ એઓ વચ્ચે ફરક આરંભમાં અંગ્રેજ ગૃહસ્થ બરાબર સમજતા ન હોવાથી તેઓએ સઘળાને રાજાની સંજ્ઞા આપેલી તેમના અનેક લેખ ઉપરથી માલમ પડે છે. એરિસાનો નવાબે ખરું જોતાં બંગાળાના સુબેદારના તાબામાં હતો; તે પણ તેણે અંગ્રેજ વેપારીઓને સત્કાર કરી તેમની મુલાકાત લીધી, ત્યાં