________________ 328 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 બે ક વેપારની આબાદી–ખરું જોતાં કંપનીના વેપારને પરશત્રુ તરફથી ઘણો ઉપદ્રવ નડતે નહીં, પણ અનેક અંગ્રેજ વેપારીઓ કંપનીના ઈજારાને અનાદર કરી વેપાર અને સમુદ્ર સર્વને માટે એક સરખાં ખુલ્લાં હોવાં જોઈએ એ ધોરણ ઉપર પિતાને વેપાર ચલાવતા. આ પીડાને બંદેબસ્ત કંપનીને હાથે કદી થયો નહીં. રાજાની મદદથી અથવા અન્ય ઉપ થી એ ત્રાસ કઈક વેળા મતે, તે પણ ફરીથી તરતજ સ્થિતિ તેવીને તેવી થતી. એમ છતાં બીજા ચાર્લ્સ અને જેમ્સ રાજાઓના અમલમાં આવા બંડખોરોને સારો બંદોબસ્ત થયો હતો. જેસે પિતાને ઘણો પૈસે આ ધંધામાં નાંખ્યું હતું એટલે પિતાના હિત માટે તે બંડખોરોને શિક્ષા કરવા હમેશા તત્પર રહે. સને 1960 પછીનાં પચીસ ત્રીસ વર્ષમાં કંપનીને વેપાર ઘણેજ ધમધોકાર ચાલ્યો હતે. ઈંગ્લંડમાં જ્યાં ત્યાં લેકમાં સુંદર રેશમી કાપડના અને એશઆરામના શેખ શરૂ થયા હતા, અને ગરીબાઈ તથા વ્હીકણપણના દિવસે જતા રહેલા જણાતા હતા. પુષ્કળ મરી મસાલાવાળાં ભેજનમાં લેકને ગમત પડવા લાગી હતી. સર થોમસ મને (Sir Thomas Munn) ઇંગ્લંડના આ વેપારની યોગ્યતા નીચેના શબ્દોમાં વર્ણવી છેપરદેશ સાથેના અમારા વેપારમાંથી રાજાને મેટું વસુલ ઉત્પન્ન થાય છે, દેશની આંટ વધે છે, લેકને સારે ઉદ્યોગ મળે છે, કળાશલ્યમાં તેઓ આગળ વધે છે, અમારી જરૂરીઆત પુરી પડે છે, ગરીબને પેટ ભરવાનાં સાધન મળે છે, જમીનની ફળદ્રુપતા વધે છે, રાષ્ટ્રીય ખલાસીઓની શાળા , ઉભી થાય છે, રાજ્યના સંરક્ષણ માટેના કોટ કિલ્લા આપોઆપ ખડા થાય છે, પૈસાને ઝરો સદૈવ વહ્યા કરે છે, અમારાં યુદ્ધને ખર્ચ નીકળે છે, અને શત્રના હુમલા દબાઈ જઈ બીજાં અનેક કામ આ એકલા વેપારને લીધે જ પાર પડે છે.* સને 1663-64 માં રાજાના ભાઈ જેસે વેસ્ટ ઈન્ડીઆ બેટમાં *Sir Thomas Munn's England's Treasure by Foreign Trade, 1664.