________________ પ્રકરણ 12 મું] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 329 ઉદ્યોગ ચલાવવાના વિચારથી એક કંપની ઉભી કરી રાજા પાસેથી તેને માટે સનદ મેળવી. આ કંપનીનું મુખ્ય કામ આફ્રિકાના પશ્ચિમ કિનારા ઉપરથી ગુલામે પકડી તેમને જેમેકામાં કામે લગાડવાનું હતું. પણ એવી રીતે ગુલામ પકડવા એ પણ એક જાતનો વેપાર હોવાથી અને આફ્રિકાના સઘળા વેપારને મત ઈસ્ટ ઈનડીઆ કંપનીને આપેલે હેવાથી, આ બાબતમાં રાજાએ ઈસ્ટ ઇન્ડીઆ કંપનીની આફ્રિકા પુરતી સનદ રદ કરી જેમ્સની કંપનીને આપી, ત્યારે એ કિનારા ઉપરનું પિતાનું સઘળું કામ કંપનીએ બંધ કર્યું, અને માલ તથા માણસો આ નવી કંપનીને આપી દીધાં. ગુલામના વેપારમાં કંપનીને અતિશય ફાયદો હતો. આમ પકડી આણેલા ગુલામોથી સુરતના રસ્તા હમેશ ભરાયેલા લાગતા હતા. - આ આબાદીના વખતમાં દરસાલ ઈગ્લેંડથી બેથી ત્રીસ લાખ મણ માલ સુરત આવતો. હિંદુસ્તાનમાંનું રૂ ઇંગ્લડ મોકલવા માટે અંગ્રેજોએ અસીમ મહેનત ઉપાડી હતી. પહેલાં રૂની ગાંસડીઓ બાંધવામાં આવતી નહોતી તેથી તેમણે ગાંસડી બાંધવાનાં યંત્રે હિંદુસ્તાનમાં લાવી જુદે જુદે ઠેકાણે મુક્યાં અને ત્યાં સઘળું રૂ એકઠું કરી તેની ગાંસડી બાંધી ઈંગ્લેંડ રવાના કરવા લાગ્યા. સને 1670 માં કેરમાંડલ કિનારા ઉપર કંપનીને વેપાર ઘણેજ ધમધોકાર ચાલો. તે તરફ વલંદા લેકનો ઉપદ્રવ ઝાઝો ન હોવાથી તે વર્ષમાં તેમણે સોળ લાખ રૂપીઆનું સેનું તથા ચાંદી મદ્રાસ મોકલી નાણાં પડાવી માલ ખરીદ કર્યો. કંપનીના સઘળા નેકરને એકજ જાતનાં એટલે યુનિફોર્મ કપડાં વાપરવાં પડતાં, કેમકે તેથી દેશીઓનાં મન ઉપર સારી છાપ બેસતાં પિતાનાં માણસને વક્કર જળવાઈ રહેશે એમ કંપનીને લાગતું. બંગાળા પ્રાંતમાં આવેલા હુગલીમાં સુરાખારને વેપાર ઘણો ચાલતા. સને 1673 માં પ્રથમ બંગાળામાંથી કઇક ઉત્તમ રેશમી કાપડ વિલાયત ગયું ત્યારે કંપનીની સભામાં તેની તપાસ થતાં જણાયું કે એ બારીક