________________ પ્રકરણ ૧૧મું મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 327 અને તેને અનુવાદ આ દેશમાં થયા વિના રહે નહીં. લેકે ઉપર જુલમ કરે, લાંચ ખાવી, સ્વધર્મની નિંદા કરવી, બીજાઓ ઉપર વિનાકારણ પ્રતિબંધ મુકવા, બંડ ઉઠાવવાં, વગેરે આપે વારંવાર કંપનીના કરે. ઉપર આવતા; દારૂ પી તેફાન કરવાનું તે હમેશ ચાલુજ હતું. આવા તેફાનીઓને કાબુમાં રાખવાનું કામ અતિશય મુશ્કેલ હતું. તે સમયની સ્ત્રીઓ પણ પુરૂષની માફક વ્યસનાધીન થઈ હતી. સેન્ટ હેલીનામાં લાવી રાખેલા ગુલામ કામ બરાબર નહીં કરતા હોવાથી તેમને માટે તેમની જાતની સ્ત્રીઓ વહાણ ભરી લાવવામાં આવી ત્યારે જ તેઓ શાંત પડી કામ કરવા લાગ્યા. તેજ પ્રમાણે કંપનીએ પિતાના સોલેજ માટે તથા બીજા નોકરો માટે ઈશ્વથી સ્ત્રીઓ મોકલવાની તજવીજ કરી. પણ એવી સ્ત્રીઓના ઉદરનિર્વાહનાં સાધને પુરતાં ન હોવાથી, તેમજ સઘળાનાં લગ્ન થવાં મુશ્કેલ હેવાથી, સ્વદેશથી સાથે આણેલી સદાચરણની અલ્પ પુંજી ખપી જતાં તેઓને પેટને માટે આડે રસ્તે ઉતરવાની જરૂર પડતી. તેમનાં ધર્મવિરૂદ્ધ અને નીતિભ્રષ્ટ વર્તન સુધારવા માટે જીયરે પુષ્કળ મહેનત કરી પણ તેને કંઈ ઉપયોગ થયો નહીં. બીજા ચાર્લ્સ રાજાના શેખન સ્વભાવ સમજવાને કંઈક ખ્યાલ આવે તે માટે સને 1683 માં વિલાયતથી આવેલા એક પત્રનો ઉતારો હેઠળ આવે છે - . રાજાની અમને એવી આજ્ઞા થઈ છે કે હિંદુસ્તાનમાંથી એક અતિશય ઠીંગણે સત્તર અરાઢ વર્ષને સીધી પુરૂષ અને ચૌદ ચૌદ વર્ષની બે સીધી છોકરીઓ પ્રાપ્ત કરી મોકલી આપવી. તેઓ બની શકે તેટલાં તંદુરસ્ત અને ખુબસુરત હોવાં જોઈએ. યોગ્ય વ્યવસ્થાથી તેમને વહાણ ઉપર ચડાવી તેમની ઉત્તમ પ્રકારની કાળજી લેવા માટે કપ્તાનને તાકીદ કરવી. ખાસ કરીને માર્ગમાં ખલાસીઓ છોકરીઓનું પાતિવ્રત્ય ભ્રષ્ટ કરે નહીં એની બરાબર તજવીજ રાખવી. રસ્તામાં તેમના ખાવા પીવાની તેમજ કપડાંલત્તાની યોગ્ય વ્યવસ્થા કરવી; અને દેશના રીવાજ મુજબ હાથે પગે વગેરે અન્ય જગ્યાએ પહેરવાના સઘળી જાતના બેટા દાગીના તેમને પહેરાવી મોકલવા” માણસને જાનવરની માફક સોદા કરવાને પ્રઘાત તે વખતે કેટલે હવે તે આ ઉપરથી દેખાઈ આવે છે.