________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 325 બાઇબલમાં એવીજ દસ આજ્ઞાઓ પરમેશ્વરે લોકોને આપેલી છે તે ઉપરથી આ આજ્ઞાની વખારમાં ઘણી જ ટેળ થતી. આ બાબતમાં સર જોન ચાઈલ્ડ હેઠળના મજકુરને પત્ર ઈગ્લડ લખ્યો હતે “કંપનીએ આજ્ઞા આપી છે પણ તેના ઉલ્લંઘન માટે સઘળી બાબતમાં શિક્ષા ઠરાવી નથી. આજ લગી પ્રેસિડન્ટ તથા તેની કૅન્સિલે વખારના બંદોબસ્ત માટે ઘડેલા નિયમ અન્વયે અપરાધીઓને શિક્ષા કરવાનું નક્કી થયેલું છે. વ્યભિચાર કરનારને તથા પ્રાર્થનામાંથી ગેરહાજર રહેનારને સખત શિક્ષા કરવામાં આવે છે; મારા મત પ્રમાણે કંપનીની આજ્ઞા કરતાં આ નિયમ ઉત્તમ પ્રકારે ૫ળાય છે. પ્રાર્થનામાં હાજર નહીં રહેનારને રવિવારે અઢી રૂપીઆ તથા આડે દહાડે સવા રૂપીઓ દંડ થાય છે. દારૂ પી દેશીઓને ગાળ દેવા માટે ગુન્હેગારને બેડી પહેરાવી આખો દિવસ વખારના મુખ્ય દરવાજા ઉપર બેસાડી રાખવામાં આવે છે, અને રાતના થાંભલા સાથે અંદરના ભાગમાં બાંધી રાખવામાં આવે છે. પ્રેસિડન્ટની રજા વિના વખારની બહાર જનારને વીસ રૂપીઆ દંડ થાય છે. આ શિક્ષા વારંવાર કરવામાં આવે છે, અને કઈ પણ ગુન્હેગાર સજામાંથી છટકવા પામતું નથી. વળી પ્રેસિડન્ટની રીતભાત ઘણી ઉત્તમ હોવાથી અમારી વખાર એવી અત્યુત્કૃષ્ટ સ્થિતિમાં છે, કે તેને કેાઈ કોલેજ અથવા મઠની ઉપમા આપી શકાય, કારણ કે અહીં વ્યાખ્યાને તેમજ વાદવિવાદ પણ ચાલે છે. ઇતિહાસ, નીતિ, આત્મસંયમન, વેપાર, દ્રવ્ય પ્રાપ્તિ, ઈત્યાદિ વિષય ઉપર વારંવાર અહીં ચર્ચા થાય છે. દરરોજ સવારે વખારના દરવાજા ઉઘાડવા પહેલાં અમે પ્રાર્થના કરીએ છીએ, અને રાતના દરવાજા બંધ કરવા પછી 8 અને 9 ની વચમાં ફરીથી ઈશ્વરપ્રાર્થના કરીએ છીએ. રવિવારે દિવસમાં બે વખત પ્રાર્થના થાય છે અને પાદરી ઉપદેશ કરે છે. એકંદર રીતે ધર્મના નિયમ અમે એક નિષ્ઠાથી પાળીએ છીએ. કેટલાંક ટાણને દિવસે અમે સમારંભ કરીએ છીએ, અને અપવાસને દિવસે અપવાસ પણ કરીએ છીએ. ક્રિસ્ટમસ, ઇસ્ટર અને વિટસન્ટાઈડ એ અમારા મોટા તહેવાર છે; તે દહાડે પ્રાર્થના અને મિજબાની થાય છે. એ દિવસોમાં અમે સઘળું સરકારી કામ બંધ રાખીએ