________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 32 પરથી ઉતર્યા બાદ અમે પ્રથમ જકાતતપાસણી માટે મુસલમાન સુબાના મકાન આગળના કસ્ટમ હાઉસમાં ગયા. ત્યાં અમારા જેવા યુરોપથી આવેલા ઉતારૂઓ પાસે જે કંઈ સામાન હોય તેમાંથી જોઈએ તેવો માલ અધિકારીઓ વેચાતે માગતા. જે ખાનગી વસ્તુ હોય તો તે તેને આપવીજ પડતી; એમ છતાં તે વિશે ખરી હકીકત કહીએ તે તે ઘણીવાર પાછી મળતી. આ વસ્તુઓ જોવા માટે મોગલ સુબેદાર જાતે ત્યાં આવે છે. યુરોપના વેપારીઓ નાના તરેહની જણસે ખાનગી જણાવી દાણચોરીથી લઈ જાય છે, અને પાછળથી મરછમાં આવે તે કિંમતે વેચે છે તેથી જકાત અધિકારીઓને ઘણા સાવધ રહેવું પડે છે.” મંડેસ્લે બંદર ઉપર ઉતરી તેને માટે આવેલી બે સફેદ બળદની ગાડીમાં બેસી પ્રેસિડન્ટને ત્યાં ગયો. અહીં પ્રેસિડન્ટ તેની તરફ ઘણું સ્નેહ ભાવથી વર્યો, અને તેને પોતાને ઘેર રાખી તેની યોગ્ય આગતાસ્વાગતા કરી. વખારની વ્યવસ્થા તથા ત્યાંને કરબ ઘણું ઉત્તમ પ્રકારનાં હતાં, અને સઘળા નોકરીને પ્રેસિડન્ટનો ભારે ધાક હતો. તે વેળા ચાહ પીવાને વહિવટ દેશીઓ ઉપરાંત અંગ્રેજ તેમ વલંદાઓમાં પણ હતું. મંડેલેને અંગ્રેજી ન આવડતું હોવાથી બીજાઓ સાથે વાત કરવામાં તેને ઘણી અડચણ પડી. એ સુરતથી અમદાવાદ ગયે ત્યારે આરબખાન નામને હશીઆર મેગલ સુબે ત્યાં અમલ ચલાવતું હતું. તેની વય સુમારે સાઠ વર્ષની હતી, અને તેની મિલકત દસ કરોડ રૂપીઆની અંકાતી હતી. તેની એક સ્વરૂપવાન છોકરીને બાદશાહના બીજા છોકરા સુજા સાથે પરણાવવામાં આવી હતી. મંડેલે હિંદમાં આવ્યો તે અગાઉ તરતજ એ લગ્ન થયાં હતાં. છોકરી સાસરે ગઈ ત્યારે આરબખાને તેની સાથે વીસ હાથી, એક હજાર ઘેડા, તથા નિરનિરાળી જણસોથી ભરેલાં છ હજાર ગાડાં બાદશાહને નજરાણું તરીકે મેકલ્યાં હતાં. અમદાવાદના સુબેદારની કચેરીમાં પાંચસે નેકર હતા અને તેના ખાનગી ચાકરની સંખ્યા ચારસોની હતી. એ સઘળા તેને ઘેરજ જમતા. સુબેદારના ઘરને ખરચ દર મહિને સુમારે બાર તેર હજાર રૂપિઆને હતા, અને એ ઉપરાંત તેના ખાનગી પાંચસે ઘોડા તથા