________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 321 ઘોડા ઉપર નીકળતા, અને સ્ત્રીમંડલ પાલખીમાં બેસતું. પ્રેસિડન્ટની તહેનાતની સામગ્રી ઘણી મોટી હતી. અસંખ્ય હાથી, ઘોડા, પાલખી તેમજ ઑકટર, શસ્ત્રવૈદ્ય, ઉપાધ્યા, નોકર વગેરે પુષ્કળ માણસે તેની પાસે રહેતાં. ભાજન વેળા વાજીંત્રના સુસ્વર નીકળતા, દરેક પદાર્થ રસેડામાંથી બહાર આવતાં રણસીંગડું ઝુકાતું, અને સાથે ચાંદીની છડીવાળો પદાર હમેશ રહે. બંગલાને ઉપલે મજલેથી પ્રેસિડન્ટની સ્વારી નીચે આવતાં સલામી થતી. કેટલીકવાર તે ઘોડા ઉપર અથવા ઘેડાની ગાડીમાં ફરવા નીકળતો. પ્રેસિડન્ટને આવો ઠાઠ જોઈ તથા તેને આવી મોજશેખ ઉડાવવાની મળતી હોવાથી તેની જગ્યા માટે કંપનીને નેકરમાં સખત ખેંચતાણ થતી એ કહેવાની જરૂર નથી. સુરતના પ્રેસિડન્ટ સર જોન ચાઈલ્ડના ગુણાનુવાદ કંપનીએ પાર્લામેન્ટને સને 1688 માં સાદર કરેલી એક અરજીમાં નીચે પ્રમાણે ગાયા હતા–એ ગૃહસ્થ આજે પાંત્રીસ વર્ષ થયાં હિંદુસ્તાનમાં છે, અને એ દરમિયાન એક પણ વખતે ઈગ્લેંડ આવ્યું નથી; તેનું ડહાપણ, પૈર્ય, પ્રમાણિકપણું અને નિર્વ્યસનતા સઘળાને જાણીતાં . તેને હિંદુસ્તાનમાં સર્વ જાતના લકો માન આપે છે, કેમકે શત્રના સગુણો પારખી કહાડવામાં હિંદુઓ હમેશા તત્પર રહે છે. સર જૉન ચાઈલ્ડ ઔરંગજેબ બાદશાહ સાથે એવી હોંશીઆરીથી યુદ્ધ કર્યું કે મોગલનાં સઘળાં જહાજ તેના હાથમાં સપડાઈ ગયાં તે પણ બન્ને બાજુથી રક્તનું એક ટીપું પણ પડયું નહીં. ચાઈલ્ડના હાથમાં પકડાયેલાં શત્રુનાં માણસોને પાછાં રવાના કરતી વેળા તેમને કપડાંલત્તાં તથા પૈસાથી નવાઝી એટલા તે ખુશ કર્યા કે તેમણે ચાઈલ્ડ તેમજ અંગ્રેજો માટે બાદશાહ પાસે ભલામણ કરી તેમના માર્ગમાં આડે ન આવવા સમજાવ્યો.” આ વાક્યમાં પુષ્કળ ગર્ભિત અર્થ રહેલ છે તેનું સ્પષ્ટીકરણ આગળ થશે. સુરતની કઠી મેગલ અધિકારી પાસે નામને ભાડે રાખેલા એક ભવ્ય મકાનમાં હતી. આ મકાન વખતોવખત તેના થયેલા જીર્ણોદ્ધાર છતાં હજી તેની અસલ જગ્યાએ છે, અને તેના ઉપર લૈર્ડ કર્ઝનના ઈન્ડીઅને મૅન્યુમેન્ટસ એકટના ઠરાવની રૂએ સરકાર તરફથી એક તકતી પણ