________________ ૩રર હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જ. મુકવામાં આવી છે. કાઠીને બંગલ પથ્થરને બાંધેલે, મજબૂત અને સુંદર હતું. તેને એક ભાગમાં કચેરી વગેરેની ગોઠવણ હતી, અને ઉપલે ભાગ પ્રેસિડન્ટને રહેવા માટે જુદો કહા હતા. બંગલાની આસપાસ ફરતી અગાસી હતી, લાકડાં ઉપર નકસીનું કતરકામ કરેલું હતું; નાના પ્રકારની વસ્તુઓથી બંગલાને શણગારવામાં આવ્યા હતા, અને ચિત્રવિચિત્ર પક્ષી તથા પ્રાણીઓની આકૃતિ ઠેકઠેકાણે મુકવામાં આવી હતી. કચેરીનું કામ ઘણું ખરું સવારના દસથી બાર સુધી અને સાંજના ચારથી કઈ કઈવાર મેડી રાત લગી ચાલતું. મકાનના છેક નીચેના ભાગમાં માલ ભરવામાં આવતો. કાપણી વખતે લેકેની આવ જા ઘણું ભારે થતી, એ વેળા વખારની હદમાં અતિશય ગડબડાટ તથા શેરબકોર થતું. દરેક માણસ પોતાની સ્થિતિ પ્રમાણે સ્વમાન જાળવા પ્રયત્ન કરો. કંપનીના સઘળા અમલદારોને દેશી ભાષા શીખવવા માટે એક મુનશી રાખવામાં આવતું, છતાં અહીંની ભાષા ઘણાને આવડતી નહીં, એટલે તેમને ઇંગ્લેડથી ઠપકો મળત. બહાર ગામની નાની વખારમાં જે માણસને મોકલવામાં આવ્યાં હતાં તે નિશાળનાં છોકરાઓ જેવાં આળસુ તથા રમતીઆળ હતા અને ધ્યાન દઈ બીલકુલ કામ કરતાં નહીં. આથી તેમને વારંવાર ઈગ્લેંડથી દંડની શિક્ષા ફરમાવત્રામાં આવતી. આવી રીતે એકઠા થયેલી દંડની રકમ જુદી રાખી તેને કોઈ સાર્વજનિક કામમાં ઉપયોગ થતું. સુરતમાંની અંગ્રેજ તેમજ વલંદા લેકેની કબરે જેવાથી તેમની જીંદગીને વૈભવ તથા ઠાઠમાઠનો કંઈક વિચાર આપણને આવી શકે છે. આ ખ્રિસ્તી લેકેએ મુસલમાન અમલદારોના આડંબરની આબેહુબ નકલ કરી હતી. એ લેકીને મોટો ઠાઠ કરી નકામો ખર્ચ નહીં વધારવા માટે વારંવાર ઈગ્લેંડથી તાકીદ થતી પણ તે સઘળી નિષ્ફળ જતી. મંડેલે નામના પ્રવાસીએ સુરતની એ સમયની જાહોજલાલીનું વર્ણન નીચે પ્રમાણે કર્યું છે - તાપી નદીના બન્ને કાંઠા ઉપર સુંદર બાગ હતા, અને તેમાં મોટાં અને ભવ્ય મકાને આવી રહ્યાં હતાં. આ હવેલીઓને ખુલ્લો સફેદ રંગ આસપાસના લીલા કુંજર બાગમાં ઘણે ખીલી નીકળતું હતું. વહાણ