________________ 320 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જો. પવા તેમની પાસે ઠરાવ કરાવ્યો. એ હુકમ અન્વય સને 1686 માં અંગ્રેજોએ સુરત છેડયું, અને મુંબઈના બંદોબસ્ત તેમજ બચાવ માટે આરમાર તથા બીજી યુદ્ધસામગ્રી તૈયાર કરવા માટે જરૂરને ખરચ કરવાની કંપનીએ પરવાનગી આપી. આજ અરસામાં મરાઠા છાવણીમાં પણ અવ્યસ્થા શરૂ થઈ એ ધ્યાનમાં રાખવાનું છે. શિવાજી મરણ પામ્યા હતા, અને તેનો છોકરો સંભાજી તેના પિતાએ સ્થાપેલી મહાન સત્તા સંભાળવાને બીલકુલ નાલાયક હતે. વળી ઔરંગજેબ જાતે તેની છાતી ઉપર આવી બેઠેલ હોવાથી બીજી તરફ નજર ફેરવવાનું તેને ફાવ્યું નહીં. આ સ્થિતિ લક્ષમાં રાખી તેને લાભ લેવાનું કામ સર જોને ઉપાડ્યું. તેણે આ વખતે કરેલી સઘળી વ્યવસ્થા તત્કાલીન પરિસ્થિતિને લાભ લેવા માટે જ યોજાયેલી માલમ પડે છે. 3. કંપનીના નેકરની રહેણી-કૅપેલે કંપનીના વહિવટની કરેલી ગવણ પછી સુરતમાંના અંગ્રેજ વેપારીઓની રહેણી સુધરતાં તેઓ સુખી જીંદગી ગુજારવા લાગ્યા. આરમારને માટે કેટલાક સુંવાળીમાં બંગલા બાંધી રહ્યા હતા. વિલાયતથી વહાણ આવે ત્યારે એ બંદરનો દેખાવ ઘણે સુશોભિત થતું. એ વેળા લેકે બે પૈડાંની તથા ચાર પૈડાંની બળદની ગાડીઓ વાપરતા; અંદર પગ લાંબા કરી બેસવાની જગ્યા ન હોવાથી પલાંઠી વાળી બેસવું પડતું; ગાડીમાં બેસવા માટે રંગ બેરંગી કાપડની ગાદીઓ હતી. ગાડીની સાથે સિપાઈઓનાં ટોળાં ચાલતાં ત્યારે સ્વારીની નક ખુબીદાર થતી. સુરતના પ્રેસિડન્ટની સ્વારી મેટા ઠાઠથી નીકળતી; સાથે નગારખાનું, રણસીંગડાં વગેરે વાજીવાળા તથા સામાન સજેલા ઘેડા રહેતા; તેમજ છત્રી, ચમ્મર તથા પંખાવાળા ઉપરાંત પાલખીની બન્ને બાજુએ યુરોપિયન સિપાઈઓની હાર ચાલતી. મુંબઈના ડેપ્યુટી ગવર્નરને ઠાઠ પણ લગભગ તેજ હતો. મદ્રાસના પ્રેસિડન્ટની શહામત સુરતના અમલદાર જેવીજ હતી. તેની પાસે 300 દેશી સિપાઈઓ રહેતા અને જરૂર પડતાં બીજા 1500 માણસે તૈયાર રહેતાં. આ સિવાય કન્સિલર વગેરે અધિકારીઓ