________________ 318 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. આરબેને પસંદ પડયું નહીં. અનેક વેળા તેમણે કરેલા હુમલા સામે અંગ્રેજ તપ વડે શહેરનું રક્ષણ કરવામાં આવ્યું હતું. શિવાજીના લૂટારૂ લશ્કરની હેરાનગતીથી અંગ્રેજોનો બચાવ કરવાના હેતુથી સને 1674 માં જ્યોર્જ કસેન્ડનના છોકરા હેનરી એકસેન્ડનને આંજીયરે રાયગઢ મેકલી શિવાજી સાથે તહ કરી હતી. એની રૂએ શિવાજીએ અંગ્રેજોને પશ્ચિમ કિનારા ઉપર વેપારી વખાર ઉઘાડવાની તથા માલની ખરીદી તથા વેચાણ કરવાની પરવાનગી આપી; અને વિલાયતથી આવતા માલ ઉપર અઢી ટકાની જકાત ઠરાવી. એ સિવાય મોગલ આરમારને મુખી જંજીરાને સીધી દરસાલ ચોમાસામાં મુંબઈ આવી રહે અને મરાઠાઓ સામે લડતો. તેની સાથે પણ આંજીયરે મિત્રાચારી રાખી હતી. હિંદુ લોકોના ધર્મ તથા રીતરીવાજની એણે ઘણુ માહિતી મેળવી ત્યારે તેમની જાતિભેદને લાભ લઈ અંગ્રેજી રાજ્ય વધારવામાં બાધ નડશે નહીં એ તે સહજ જોઈ શક્યો, અને તે પ્રમાણે તેણે પ્રયત્ન પણ શરૂ કર્યો. દેશી જ્ઞાતોને કંઈક રાજકીય હક આપી તેમને પિતાના અધિકાર હેઠળ મુકવાને તેને વિચાર હતા, પણ તે પ્રમાણે અમલ કરવા કંપનીએ તુર્તવેળા મંજુર કર્યું નહીં. આ પ્રમાણે થયેલા સુધારા તથા શાંતિને લીધે થોડા જ સમયમાં મુંબઈની વસ્તી 10,000 ઉપરથી 60,000 થઈ વસૂલ ત્રણ ગણું વધ્યું, અને ધીમે ધીમે સુરતનું મહત્વ ઓછું થતાં એ શહેર આબાદ થવા લાગ્યું. સુરત છોડી અંગ્રેજોએ કાયમને માટે મુંબઈ જઈ રહેવું એવો આંજીયરને અભિપ્રાય હતો, પણ તેને વિલાયતથી અનુમોદન મળ્યું નહીં. ઍકસેન્ડનની પેઠે આંજીયર પણ સને 1677 માં સુરતમાં જ ગુજરી ગયો. પશ્ચિમ કિનારા ઉપર અંગ્રેજોની સત્તા કાયમ કરનારો આ પહેલે પુરૂષ હતો. તેની મહત્તાનું વર્ણન શબ્દથી થઈ શકતું નથી” એ પ્રમાણે કન્સિલે લખ્યું છે. તેના એક લેખ ઉપરથી તેની દુરદર્શી કુશળતા વ્યક્ત થાય છે. “દેશી સત્તાધીશોને કાગળ ઉપર ધમકી આપવી ઉપયોગી નથી. હાથમાં તલવાર લઈ વેપાર ચલાવવો જોઈએ.” “પરમેશ્વરની તમારા ઉપર મેટી મહેરબાની હેય એમ દેખાય છે. બીજી કોઈ પણ યુરોપિયન પ્રજા