________________ પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 317 પણ હતા. સને 1673 માં વલંદાઓએ મુંબઈ ઉપર હલ્લો કર્યો ત્યારે આ પ્રમાણે થયેલી લશ્કરી વ્યવસ્થાની કસોટી થઈઅહીંની સઘળી બાબતની સંપૂર્ણ તૈયારીથી ગભરાઈ જઈ વલંદાઓ નાસી ગયા. આંજીયરે કંપનીની ટંકશાળમાં નાણું પાડવા માંડ્યાથી તેને ઘણો ફાયદો થયો. મેગલ અને બીજા અધિકારીઓએ તેને એવાં નાણું કેમ પાડવા દીધાં તે સમજણ પડતી નથી. મુંબઈ બેટ ઉપર અંગ્રેજોને અમલ હતે ખરે તે પણ ત્યાં પર મુલકનાં નાણું પાડવાને તેમને અધિકાર પહોંચતું નહીં. છતાં મોગલ સરકારે તેમને એ માટે લેખી પરવાનગી આપેલી જણાય છે. ઉત્પન્નના અંદાજ ઉપર આંજીયરે જમીનને કર કરાવી આપે તે મળી મુંબઈની કુલ્લે આવક 16,660 રૂપીઆ હતી. દેશી વેપારીઓ તથા કારીગરોને ખાસ સવળતા કરી આપી મુંબઈ બોલાવવામાં આંજીયરે પ્રયાસ કર્યો અને તેમના ઉપર ધર્મ સંબંધી જુલમ કરવામાં નહીં આવે તથા તેની વધથી તેમની લાગણી નહીં દુઃખવવાની ગોઠવણ કરી. દેશીઓ પિતપોતાની જાતિની પંચ નીમી પિતાની તકરારનો નિવેડે લાવે એ બાબત આંજીયરે કંપનીના ઉપરી અધિકારીઓની પરવાનગી મેળવી હતી. તેણે મુંબઈની હવા સુધારવા અનેક પ્રયત્ન કર્યા તથા રોગના ઉપચાર માટે દવાખાનાં ઉઘાડ્યાં, પ્રાર્થના કરવા માટે એક મોટું દેવળ બાંધ્યું, અને ફેજદારી તથા દિવાની કાર્ટ સ્થાપી. તે વખતે મુંબઈને વિશેષ ત્રાસ આરબ તરફને હત; તેમનાં વહાણ આખા પશ્ચિમ કિનારા ઉપર પાંચ પાંચ માઈલને અંતરે ફરતાં હેવાથી તેઓ યુરોપિયન વહાણે ઉપર ગમે ત્યારે ઉતરી પડતા. વાસ્તવિક રીતે આરબી સમુદ્ર ઉપર આરબોનીજ સત્તા અનાદિકાળથી હતી એ તેના નામ ઉપરથી ખુલ્લું દેખાય છે. આ સમુદ્રમાં બીજા કોઈને દાખલ કરવા તેઓ ખુશી નહેતા, તેઓએ સ્વરક્ષણ માટે હજાર વર્ષ લગી કરેલા ઝનુની યુદ્ધને ઈતિહાસ મળતું નથી. જો તે હાથ લાગ્યો હતો તે તેમનાં શૌર્ય, સાહસ વગેરે ઉત્તમોત્તમ ગુણનાં અનેક અપ્રતિમ ઉદાહરણ આપણને મળત. આ આરબેને ઈતિહાસકાર ચાંચીઆનું નામ આપી અરબી સમુદ્ર ઉપર યુરેપિયન પ્રજાની સત્તા પૂર્વાપાર હેય એમ બતાવે છે. મુંબઈ અંગ્રેજોએ કબજે કર્યું એ