________________ 316 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ભાગ 3 જે. ચાર્લ્સના રાજ્યારોહણ પછી તેને સરને ખિતાબ તથા સુરતના પેસિડન્ટની જગ્યા મળી (સને 1662). તેના વાર્ષિક 8000 રૂપીઆના પગાર ઉપરાંત, 2000 બક્ષિસ તરીકે આપવાના કર્યા હતા. તે સુરત આવ્યા ત્યારે શિવાજીને ઉદય થવા માંડયો હતો. સને 1664 માં તેણે સુરત ઉપર સ્વારી કરી ત્યારે સેન્ડને અંગ્રેજ કઠીનું સંરક્ષણ કરવાથી ઔરંગજેબ બાદશાહે તેને બહુ માનપૂર્વક પોશાક આપ્યો, અને કંપની તરફથી પણ તેને બક્ષિસ મળી. એણે સને ૧૬૬૮માં મુંબઈ બેટ તાબામાં લઈ ત્યાં દિવાની તથા લશ્કરી કાયદા દાખલ કરી સઘળી બાબતને યોગ્ય બંદોબસ્ત કર્યો. તે ઘણે ધીટ તથા ચાલાક હતા, આ દેશમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના કરવામાં તેણે ઘણી મદદ કરી હતી, અને ઈસ્ટ ઈનડીઆ કંપનીનું લશ્કર ઉભું કરવામાં તેણે અગ્રેસર ભાગ લીધો હતો. તે સને 1668 માં સુરતમાંજ મરણું પામ્યા હતા; એની કબર ત્યાં અદ્યાપિ છે. મુંબઈબેટ કંપનીના કબજામાં આવ્યા પછી ત્યાંવહાણ બાંધવાનું મોટું કારખાનું કહાડવાને કંપનીને વિચાર હતું, અને બે વહાણે તૈયાર કરવાનો કસેન્ડનને હુકમ પણ મળ્યો હતો. પરંતુ ધ્રોલના નેવિગેશન એકટ પરદેશમાંથી ઈગ્લેંડ આવતો માલ ઈ લંડમાં તૈયાર થયેલાં વહાણમાંજ આવવો જોઈએ એ પ્રતિબંધ હોવાથી, મુંબઈમાં વહાણ બાંધવાનો વિચાર ત્યાગ કરવામાં આવ્યો. એના પછી રાલ્ડ જીયેરે સને ૧૬૬૯થી સને 1977 સુધી સુરતના પ્રેસિડન્ટને અધિકાર ભોગવ્યો. એ મુંબઈને ખરો સ્થાપક હતે; એણેજ મુંબઈને વહાણોનું તેમજ વેપારનું મુખ્ય બંદર બનાવ્યું, અને ત્યાં કિલ્લેબંધી કરી વખારને બચાવ કરવા પગલાં ભર્યા. તેણે મુંબઈનાં સઘળા રહેવાસીઓને શહેરના સંરક્ષણાર્થે લડવાની ફરજ પાડી હતી અને બ્રાહ્મણ તથા વાણીઆઓ જાતે લડાઈમાં ઉતરવાનું પસંદ નહીં કરતા હોવાથી તેમને માટે કંઈક રકમ કંપનીમાં ભરવાની ગોઠવણ કરી હતી. એ પ્રમાણે 600 દેશી તથા 400 યુરોપિયન સિપાઈઓનું લશ્કર તૈયાર કરી એક અંગ્રેજ સેનાધિપતીને તેના ઉપર દેખરેખ રાખવા મુકવામાં આવ્યો હતો. એ સેનાધિપતીને કૌન્સિલમાં સભાસદ થવાને હક