________________ ૩ર૬ હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. છીએ, અને મકાન ઉડાવીએ છીએ તેની બહારના સઘળા લેકોને ખબર હોય છે. ગન પાઉડર પ્લેટ’નો દિવસ, તા. 5 મી નવેમ્બર, રાજાની જન્મગાંઠને દિવસ, તા. 29 મી મે, પણ અમારા મેજના દહાડા છે. લેટ, ગુડફ્રાઈડે અને પહેલા ચાટર્સની ફાંસીને દિવસ (તા. 30 જાનેવારી) એ અમારા અપવાસના દહાડા છે. પ્રેસિડન્ટ વગેરે કેટલાક લેકે દર શુક્રવારે પણ અપવાસ કરે છે. અપવાસને દહાડે ફક્ત માછલી ખાવી, પણ માંસ લેવું નહીં એવી રોમન સંપ્રદાયની આજ્ઞા અમે પાળતા નથી. એ દિવસે જોઈએ તેથી પણ થોડું અમે ખાઈએ છીએ; અને આખો દહાડો કંઈપણું ન ખાતાં રાતના થડો ખોરાક લઈ પ્રાર્થના કરી સુઈ જઈએ છીએ. આ ઉપરથી સહજ જણાશે કે અમારું વર્તન તમને લાગે છે તેટલું નિંદક નથી. અમે ધર્મબંધને તરછોડી નાંખ્યાં નથી, પણ પવિત્ર આચરણ કરીએ છીએ; આપની મરછમાં આવે તે આ હકીકત કંપની રૂબરૂ મુકવી. મુંબઈ તા. 18 જાનેવારી સને 1672. ન ચાઇલ્ડ.” ચાઈલ્ડનું આ કહેવું ખરું હેય તે પણ હિંદુસ્તાનની વખારમાં પુષ્કળ અનાચાર ચાલતો હતો એવું અનેક માણસોનું કહેવું છે. જે કઈ દુરાગ્રહી તે તે કંપનીના કારભારમાંથી દૂર થઈ પિતાને સ્વતંત્ર પંથ લે. એવા બંડખેરો તરફથી કંપનીને ઘણો ત્રાસ પડતો. સને 1967 માં કંપનીએ ઇંગ્લેડથી પિતાના નોકરેનાં છોકરાંઓને શીખવવા માટે પિતાને ખર્ચ શિક્ષકને મદ્રાસ મોકલ્યા હતા. હિંદુસ્તાનમાં આવી હજારે માણસે મરતાં તો પણ અંગ્રેજો પિતાનું ધૈર્ય છોડતા નહીં, અને હાથ ધરેલું કામ ઘણી જ બૈર્યતાથી ચલાવતા એજ તેમનું મોટું ભૂષણ છે. કાયર કહે છે કે “ઝાડને ઉખેડી નાખી કેઈ ભળતી જ જગ્યાએ રોપ્યું હોય તેવી અમારી સ્થિતિ છે. 500 લેક અહીં આવે તેમાંથી 100 જવવા પામતા નથી. એ સોમાંથી પચીસને દ્રવ્યને લાભ થયો કે નિરાંત અને એમાંના દસમાંને એક સ્વદેશ પાછો પોતે તે ઘણું જ થયું.' તે વેળા વ્યભિચાર તથા મદ્યપાનના અવગુણે ઇંગ્લંડમાં બે હદ વધી ગયા હતા. રાજા બીજો ચાર્જ પડે એ વ્યસનના પુતળારૂપ થયો હતો, !*