________________ 314 હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ગુડ હોપને મુલક પ્રથમ પોર્ટુગીઝના તાબામાં હતું, તે સને ૧૬પર માં વલંદા લેકેએ કબજે કર્યો. સને 1603 માં કેપ્ટન લંકેસ્ટર સેન્ટ હેલીનાના ટાપુ ઉપર ઉતર્યો હતો પણ તે સને 1645 માં વલંદા લેકેએ હસ્તગત કર્યો. ત્યાં વસાહત સ્થાપવાને એ લેકેએ સાત વર્ષ લગી પ્રયત્ન કર્યો. તેમનું પણ કંઈ ન વળતાં ત્યાંથી નિરાશ થઈ સઘળા કેપના મુલકમાં જઈ રહ્યા એ પછી અનેક વેળા વલંદા તથા અંગ્રેજો વચ્ચે ઝપાઝપી થયા બાદ આખરે સને 1673 માં સેન્ટ હેલીના અંગ્રેજોને મળ્યું. મુંબઈની માફક એ ટાપુને સર્વ અધિકાર રાજાએ કંપનીને સ્વાધીન કર્યો, અને એ બન્ને ઠેકાણાં ઇંગ્લંડના અગ્નિ કોણ ઉપરના કેટ કાઉન્ટીમાં નામનાં દાખલ કરવામાં આવ્યાં. અંગ્રેજ વહાણો માટે સેન્ટ હેલીના અડધે રસ્તે ઉતારો લેવાની જગ્યા થઈ. કેપને મુલક અંગ્રેજોના હાથમાં આવતાં કેટલેક કાળ નીકળી ગયો ( સને 1806 ). બીજા ચાર્લ્સ રાજાને કંપનીને સારે ટેકે હતો, અને કંપની પણ પૂર્ણપણે તેની મરજી અન્વયે ચાલતી હતી. તે પણ અન્ય કારણોને લીધે કંપનીના કારભારમાં પુષ્કળ બખેડા થયા. કૅપેલે કરેલી વ્યવસ્થા પ્રમાણે તેની તરફથી યુરિટન પંથનાં ઘણાં માણસો હિંદુસ્તાન મોકલવામાં આવ્યાં હતાં. બીજે ચાર્સ ગાદીએ આવતાં બાજી ફેરવાઈ ગઈ, અને રાજાએ ધીમે ધીમે પિતાના કામદારે મોકલવા માંડ્યા; એમ કરી યુરિટન અનુયાયીઓએ ઉપાડેલા કામને નિષ્ફળ ઉતારવાને તેને હેતુ હતો. કાન્સ અને હેલેન્ડ સાથે ચાર્લ્સ રાજાએ જે પ્રકારને વ્યવહાર ચલાવ્યું હતું તે અંગ્રેજ પ્રજાને પસંદ નહોતું. છતાં માંહોમાંહે લડાઈ ન કરતાં બન્ને પક્ષે ગમે તેમ કરી સલાહસંપથી રહ્યા. કંપનીના ગવર્નરે બે વર્ષથી વધારે વખત કામ ઉપર નહીં રહેવું એ નવો નિયમ અમલમાં મુકાતાં કંપનીના કારભારમાં અવ્ય વસ્થા ઉત્પન્ન થઈ અને તેની અસર મુખ્ય કરીને મુંબઈ તથા સેન્ટ સને 1668 માં મુંબઈ બેટ કંપનીના તાબામાં આવ્યો ત્યારે ત્યાંની અંગ્રેજ ફેજના સરદાર કુકે બખેડે કર્યો હતો. એ પછી સને 1674 માં