________________ પ્રકરણ 11 મું મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 313 આ યુરોપિયન લેકેની હીલચાલ તરફ કંઈ પણ લક્ષ આપ્યું નહીં, ઉલટું બાદશાહનું મુખપણું હિંદુસ્તાનની રાજ્યક્રાન્તિનું કેવી રીતે કારણ થઈ પડ્યું તેનું ઉત્કૃષ્ટ ચિત્ર આ મુંબઈના વૃત્તાંતથી દેખાઈ આવે છે. ઔરંગજેબ સરખા શાણું, અક્કલબાજ અને આટલાં મોટાં રાજ્યના માલીકે પોર્ટુગીઝ, વલંદા તથા અંગ્રેજોને પિતાના કિનારા ઉપર બીનઅડચણે ઉતરવા દીધા, . તેમની મૂળ શક્તિ કેવી છે, તેમના માંહોમાંહેના દાવપેચ કેવા છે, તેમણે ઉપાડેલા ઉદ્યોગનું પરિણામ શું આવશે એ સઘળું સમજવાનો પ્રયત્ન કરવાનું બાજુએ રાખી તેમના કામ પ્રત્યે તદન અખાડા કર્યા એજ તેની મોટામાં મોટી ભૂલ હતી. આરમાર બાબત વિચાર કરીએ તે આરએ સે વર્ષ સુધી પોર્ટુગીઝ સાથે પિતાના કાફલાની મદદથી બાથ ભીડી હતી. એ મુસલમાન જાતભાઈનાં પરાક્રમની વાત ઔરંગજેબ બાદશાહને ખબર ન હોય એ સંભવિત લાગતું નથી. આરબોને મોગલ બાદશાહે પૈસાની તેમજ બીજી મદદ કરી હોત તો પોર્ટુગીઝ વગેરે પશ્ચિમાત્ય પ્રજાને પોતાના કાફલાથી બંદોબસ્ત કરવાનું તેને માટે અશક્ય થતે નહીં. એ વાત બાજુએ રાખીએ તો પણ વિજાપુર અને ગવળોન્ડાનાં મુસલમાની રાજ્યોને નાશ કરી, પૂર્વ તથા પશ્ચિમ કિનારા ઉપર યુરોપિયન લોકોને જે થોડે ઘણે ધાક હતું તે ઔરંગજેબે નિર્મૂળ કર્યો. પોર્ટુગીઝ લેકેએ અંગ્રેજોને મુંબઈ બેટ આપ્યા પછી તેઓ પિતાને કાફેલે ઉમે કરી તથા બીજી રીતે તે ટાપુને કિલ્લેબંધી કરી પશ્ચિમ કિનારા ઉપર પિતાને પાયો મજબૂત કરતા હતા, અને તેથી કરીને સુરત વગેરે અગત્યનાં શહેરોમાંના મેગલ સત્તાધિકારીઓને તેઓ જાણે ધમકાવતા, એ સઘળું બાદશાહ પચીસ વર્ષ દક્ષિણમાં રહેલું હોવાથી તેનાથી જોઈ શકાય તેમ હતું. પરંતુ તેને કંઈ પણ પ્રતિકાર કરવા કરતાં ઉલટો તેમને પોતે કેટલીક સવળતા કરી આપી ઉત્તેજન આપતે. | મુંબઈમાં ઠામ પડયા પછી ત્યાંથી ઠેઠ ઈંગ્લડ લગી કિનારે કિનારે પિતાને રસ્તે સહિસલામત રાખવા માટે અંગ્રેજોએ ઉપાડેલે ઉદ્યોગ તેમની ધૂર્તતાની સાક્ષી પુરે છે. આફ્રિકાના દક્ષિણ છેડા પર આવેલ કેપ ઑફ