________________ પ્રકરણ 11 મું] મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી. 311 પડ્યું. મુંબઈનું બંદર ઉત્કૃષ્ટ છે, અને તેના ઉપર આપણી સત્તા હેવાથી ત્યાં મેગલેને ઉપદ્રવ થશે નહીં એવા અનેક ફાયદા કંપનીના અમલદારોને તરતજ જણાવવા લાગ્યા. સુરતને પ્રેસિડન્ટ ઍજીઅર મુંબઈને ગવર્નર તથા કમાન્ડર-ઈન-ચીફ થયે ત્યારે તેણે તે સ્થળ સુધારવા માટે અનેક ઉપાયો કર્યા. એણે પિ ગીઓએ બાંધેલી ધર્મજાળ તેડી નાંખી, વેપારીઓને કામધંધા માટે સગવડ કરી આપી, રાજ્યકારભારની વ્યવસ્થા કરી, ટંકશાળ બાંધી અને કિલ્લેબંધી કરવાની યોજના ઘડી કહાડી. સને 1666 ની ભયંકર આગમાં લંડન શહેરને નાશ થવા પછી તે ફરીથી બાંધવા માટે જે નકશા તથા નિયમે તૈયાર થયા હતા તેની નકલે કંપનીના ડાયરેકટરેએ મુંબઈ શહેર બાંધવા માટે હિંદુસ્તાન મોકલી હતી. રાજા તરફના જે કંઈ થડા અંગ્રેજો અહીં હતા તેમાંથી શહેરનાં સંરક્ષણ માટે એક લશ્કર ઉભું કરવામાં આવ્યું હતું. એ અંગ્રેજોને કેટલીક સતે મુંબઈમાં ઘરબાર કરી રહેવાની પરવાનગી આપવામાં આવી હતી. એ સિવાય મુંબઈની વસ્તી વધારવા માટે ઈગ્લેડથી વીસ નિર્વ્યસની સ્ત્રીઓ લાવી ગ્રંટેસ્ટંટ ધર્મના અંગ્રેજપુરૂષો સાથે તેમનાં લગ્ન કરાવી આપવાનું નક્કી થયું હતું. ત્રણ વર્ષમાં મુંબઈની વસ્તી ઘણી વધી. અહીં રહી ડુક્કર તથા કબુતર પાળવાને ઘણું અંગ્રેજોને શોખ લાગ્યો હતો. શરૂઆતનાં એક બે વર્ષને પગાર આંગ ઉપર આપી કંપનીએ કેટલાક કારીગરેને મુંબઈ લાવવાને બંદોબસ્ત કર્યો, તેવી જ રીતે બહાર ગામના વણકરેને ખાસ મુંબઈ બોલાવી તેમની પાસેથી પિતાના હસ્તકના કોઠારમાંથી રૂ આપી કાપડ વણવી લેવાની ગોઠવણ કરી ગવામાં વણતાં પગનાં મોજાનો ખપ ઈંગ્લડમાં સાર થતો હોવાથી તે કામ જાણનારા લોકોને મુંબઈ લાવ્યા; સુરતના શ્રીમંત વાણી અને વેપારીઓને ખાસ સરળતા કરી આપી ત્યાં વસવાટ કરવાની ગેઠવણ કરી. એ લેકમાં દીવને નીમ પારેખ અગ્રેસર હતું. તે પ્રથમ આવ્યું ત્યારે કઈ પણ તેને ત્રાસ દે નહીં તથા તેના વેપાર, ધર્મ તથા વ્યવહારમાં કઈ આડે આવે નહીં તે બાબત કંપનીએ તેને લેખી જામીનગીરી આપી હતી.