________________ ર૯૪ હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. [ ભાગ 3 જે. ઉપરાંત તુક કંપની તથા વાયવ્ય કોણમાંથી માર્ગ શોધી કહાડવા ઉભી થયેલી અનેક કંપનીઓ વગેરેમાં તે હમેશ આગળ પડતે ભાગ લેતે. ડાયરેકટરેની સભામાં ઘણે વખત કામ કર્યા પછી તે સને 1615 માં ડેપ્યુટી ગવનર થયે. તેને ભાઈ પણ તેના જેવો જ ઉદ્યોગી અને સાહસિક હતે. સને 1924 થી 1937 સુધી કંપનીનો વહિવટ ચલાવી તે 73 મે વર્ષે લંડનને લૉર્ડ મેયર થયે. એને કારભાર ઘણુઓને પસંદ પડે નહીં; રાજા તથા પ્રજા બન્નેને ખુશ રાખવાનું કઠણ કામ કરતાં અનેક વેળા તે કંટાળી જતો, અને હાથમાં લીધેલું કામ છોડી દેવા તૈયાર થતે પણ કંપનીને તેના વિના બીલકુલ ચાલતું નહીં; સઘળાં પક્ષોને રીઝવી પિતાનું કામ દક્ષતાથી કહાડી લેનારે બીજો યોગ્ય અમલદાર કંપનીને ક્યાંથી મળવાને હતે? ગમે તેમ કરી મોરિસે કંપનીનું રસીયું ગાડું ઘણે વખત લગી હંકાર્યો કર્યું. વિલિઅમ કેકેન પણ મોરિસ ઍબટની માફક હોંશીઆર તથા સર્વ વાતથી વાકેફગાર હતો. સને 1628 માં ડાયરેકટરેની સભામાં દાખલ થઈ તે સને 1639 માં ડેપ્યુટી ગવર્નર, અને સને 1643 માં ગવર્નર થયો. એના અમલમાં રાજા, પાર્લામેન્ટ તથા બીજા પક્ષદારો તરફથી કંપની ઉપર નાના તરેહના હુમલા થયા, તે પણ ડગમગ્યા વિના તે પિતાના કામમાં મંડયા રશે, અને આખરે વેલ પાસેથી કંપનીનાં કામની વ્યવસ્થા કરાવી લીધી. આમાંજ તેની ખરી કરામત દેખાઈ આવે છે. કોકેન વિલિઅમ મેથ્વોલ્ડ તરફની સારી મદદ હતી. આ મેશ્વોલ્ડ વિશે આપણે અગાડી કંઈ વાંચી ગયા છીએ. સને 1615 માં એણે કંપનીના વેપારી તરીકે સુરત આવી આખા હિંદુસ્તાનની મુસાફરી કરી, અને સર્વ ઠેકાણાના વેપારની ઉત્કૃષ્ટ માહિતી ભેગી કરી. સાત વર્ષ લગી સુરતના પ્રેસિડન્ટ તરીકે કામ કર્યું તે દરમિયાન તેણે લખેલા પત્રોથી ઈંગ્લંડમાંના કારભારીઓને પુષ્કળ ધીરજ આવી. મદ્રાસમાં તથા બંગાળાના કિનારા ઉપર કાઠીઓ સ્થાપવાનો અભિપ્રાય તેણેજ દર્શાવ્યું હતું. એ ઈંગ્લેંડ પાછો ફર્યો ત્યારે એશિયામાંથી અપાર સંપત્તિ તે લઈ ગયો હતે. ખરું જોતાં હિંદુસ્તાનમાં ચાલતી વેપારની ધામધુમ જાતે જઈ તેમાં પિતાના લેકોને