________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડોળની પદ્ધતિ તથા તત્સંબંધી મુશ્કેલી. 301 જ પોતાના નોકરો સદાચરણથી વર્તે એ વિશે હિંદુસ્તાનમાં કંપની તરફ થી વિશેષ કાળજી લેવામાં આવતી હતી. નેકરે માટે પ્રાર્થનામંદીરો બંધાયાં હતાં. વિલાયતથી સફર નીકળતી વેળા ઈશ્વરની આરાધના કરવામાં આવતી, અને સફર સુખરૂપ પાછી ફરતાં આભારપ્રદર્શક પ્રાર્થના થતી. હિંદુસ્તાન વગેરે ઠેકાણે રહેનારાં કંપનીનાં માણસો માટે પુસ્તકે તથા પાદરીઓ મેકલવામાં આવતા. સને 1623 માં પીટેડ લા હેલે, અને સને ૧૯૩૮માં મંડેસ્લેએ સુરતની અંગ્રેજી વખાર પ્રત્યક્ષ જોઈ નેકરેની વર્તણુક તથા સદાચરણ માટે અનુકુળ અભિપ્રાય પ્રદર્શિત કર્યો હતે. દર દેશમાં આવી પડવાથી અને ઘણું દુઃખ ઉપજતું; તેઓ દારૂ પીતા, પણ હિંદુસ્તાનની હવામાં તે અનુકૂળ પડતો નહીં. કેટલાક વેપારીઓ ઘણું ચાલાક, તીવ્ર બુદ્ધિના તથા હોંશીઆર તેમજ લડવામાં કુશળ હતા. તોપણ તેમના કેટલાક દુરાચાર માટે કંપનીને હમેશ ધાસ્તી લાગતી. અમર્યાદ મદ્યપાન, ઉદ્ધામપણું મુલ્યવાન દાગીના તથા કારાબી કપડાં પહેરવાની હોંસ, રાતે બહાર ભટકવું, દેવલમાંથી પ્રાર્થના સમયે ગેરહાજર રહેવું, ઇત્યાદિ કેટલાક અવગુણ તેમનામાં હતા. પણ એ કરતાં તેમનામાં સૌથી મોટો દુર્ગણ જુગાર હતા. એ લતમાં ઘણું માણસ પાયમાલ થઈ ગયા હતા. બે ત્રણ વર્ષને પગાર એક બે કલાકમાં ઉડાવી નાંખવો એ તેમને માટે મોટી વાત નહોતી. એકજ રાત્રીમાં એક ગ્રહસ્થ 10,000 રૂપીઆ ખેયાના દાખલા મળી આવે છે. આવાં વ્યસન માટે શિક્ષા કરવામાં કંપનીના અધિકારીઓ આગળ પાછળ જોતા નહીં. પોર્ટુગીઝના અમલમાં જુગારખાનાં કાયદા અન્વય ચાલુ હતાં, અને તેમાંથી સરકારને આવક થતી. પણ આ રીત અંગ્રેજોએ સ્વીકારી નહીં. એ બંધ કરવા માટે સુરતના પ્રેસિડન્ટને હમેશ ધુર્તપણે કામ લેવું પડતું હતું. વખતસર વખારમાં ન આવનારને તથા રાત્રે બહાર ભટકનારને વીસ રૂપીઆ એટલે સવા મહિનાને પગાર દંડ આપ પડત. પ્રાર્થનામાંથી ગેરહાજર રહેનારને રવીવાર માટે અઢી રૂપીઆ અને બીજા દિવસ માટે સવા રૂપી દંડ થત; સેગન ખાવા માટે આઠ આના અને દારૂ પીવા માટે સવા રૂપી દંડ થતા; પારકી