________________ 306 [ભાગ 3 જે. હિંદુસ્તાનને અર્વાચીન ઇતિહાસ. પ્રકરણ 11 મું. મુંબઈની સ્થાપના અને કંપનીની આબાદી, - ( સને 1958-1688.) 1. મુંબઈની સ્થાપના. . 2. મુંબઈના પહેલા ત્રણ ગવર્નર. 3. કંપનીના નેકરેની રહેણી. 4. વેપારની આબાદી. 1, મુંબઈની સ્થાપના (સને ૧૬૬૮)–નાના નાના ટાપુઓના સમૂહને બનેલે મુંબઈ બેટ મોગલેના અમલ પૂર્વે ગુજરાતના સુલતાનના તાબામાં હતું. પશ્ચિમ કિનારા ઉપર પિોર્ટુગીઝ લોકો યુદ્ધ પ્રસંગે આવતા ત્યારે વારંવાર આ બેટ ઉપર ઉતરતા, કેમકે અહીં વહાણે માટે અનુકૂળ પડે તેવી પુષ્કળ જગ્યાઓ હતી. એ વેળા મુંબઈ બેટ વસઈ સંસ્થાનને લગતો હોવાથી સને ૧પ૩૪ માં તે પણ વસઈની સાથે પોર્ટુગીઝના તાબામાં ગયો ત્યારે તેમણે આ બેટમાંની સઘળી જમીન ઠરાવેલે દરે જુદા જુદા લેકામાં વહેંચી આપી. તે વખતે એ બેટની ઉપજ 1700 રૂપીઆ હતી, અને લેક સંખ્યા દસ હજાર હતી. પોર્ટુગીઝ, દેશી ખ્રિસ્તી, ચેડા બ્રાહ્મણ, પરભુ, કાળી, ભંડારી, કણબી, કોકણું મુસલમાન ઈત્યાદિ જાતિના લોકો તે વખતે મુંબઈમાં રહેતા હતા; પારસીઓ પાછળથી આવી વસ્યા હતા. પોર્ટુગીઝોએ અહીં ખ્રિસ્તી ધર્મને પ્રસાર એકે સપાટે કરવા માટે અડગ પ્રયત્ન કર્યો હતે; પરંતુ જે એ ભાંજગડમાં ન પડતાં તેઓએ માત્ર વેપારના કામ માટે આ બેટને સદુપયોગ કર્યો હોત તો તેમની સત્તા જે ઝડપથી નાશ પામી તેમ થાત નહીં. ધર્માધાપણાના હોમાં તણાઈ તેઓએ આખો બેટ પિતાનાં દેવળથી ભરી નાંખ્યો હતો, અને પાદરીઓની સત્તા સર્વત્ર જામતાં તેમના હાથમાંથી કંઈ પણ બચવા પામ્યું નહીં. હિંદુ તથા મુસલમાનોને અનેક રીતે જેઝુઈટ પંથના લેકે એ હેરાન કર્યા. આવાં કારણોને લીધે પોર્ટુગીઝ અમલમાં મુંબઈ આબાદ થયું નહીં. * પાનું 123 મું જુઓ.