________________ 308 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ [ભાગ 3 જે. ની વૃત્તિ પણ રાજાના જેવી જ હતી. એયનાની કતલ પછી વલંદાઓ તરફ તેનું ઝનુની વેર ઉકળી રહ્યું હતું, અને અંગ્રેજોની કતલ તેના મનમાં હજી સુધી એક સરખી સાલ્યા કરતી હતી. આ ઉપરથી કંઈ પણ બાબતની પરવા કર્યા વિના કંપની દરેક વિષય રાજાની અનુયાયી થઈ તે માટે તેને ઈનસાફ મળ્યા વગર રહ્યો નહીં. બીજા ચાર્લ્સ રાજાનાં શરૂઆતનાં કામે ક્રોવેલે કરેલી ગોઠવણને ઉથલાવી પાડવાના પ્રત્યક્ષ હેતુથી ઉપાડવામાં આવેલાં હેવાથી તેણે સને 1961 માં ક્રોવેલની સનદ રદ કરી, અને ઈલિઝાબેથ તથા પહેલા જેમ્સ રાજાએ આપેલી સનદોને ઘેરણે કંપનીને નવી સનદ કરી આપી. એમ છતાં ભાષામાં ફેરફાર કરવા ઉપરાંત ક્રોવેલે કરેલી વ્યવસ્થા ચાર્લ્સ તેડી શક્યા નહીં. પોતે બક્ષેલી સનદની રૂએ રાજાએ કંપનીના વ્યવસ્થાપકોમાં પિતાની મરજીનાં કેટલાંક માણસો દાખલ કર્યો, અને તેમને માટે માન્યાર્થ સંબંધન છૂટથી ઉપયોગ કર્યો. વળી કૅમ્પલે કંપની ને દરેક સફરમાં ત્રણ લાખ રૂપીઆ લગીની રોકડ રકમ ઇંગ્લંડની બહાર લઈ જવાની પરવાનગી આપી હતી તે હદ વધારી રાજાએ પાંચ લાખ રૂપીઆની કરી આપી. વલંદાઓ સાથેની ચાલુ તકરારને ઉગ્રરૂપ આપનાર કારણે ચેડાં નહોતાં. ચાર્લ્સ રાજાના ભાઈ જેસે આફ્રિકાના કિનારા ઉપર વેપાર કરવાના હેતુથી નવી કંપની સ્થાપવાથી અંગ્રેજોને વલંદાઓ તરફને ત્રાસ નડવા લાગે. અહીં પોર્ટુગીઝ લેકેને પણ તેમની તરફને ઉપદ્રવ નડતે હતું, એટલે પડતી અડચણે દૂર કરવા માટે તેમણે અંગ્રેજોને આશ્રય લીધે. આમ કરવામાં તેમનો આશય ઘણો ઉંડે હતે. કારણ જે પશ્ચિમ કિનારા ઉપર પણ અંગ્રેજોને પગડે જામે તે ત્યાંથી વલંદાઓને પ્રતિકાર કરવા માં પિતાને એ પ્રજાની મદદ મળશે પણ તેમને આશા હતી, અને તેથી તા. 23 મી જુન સને 1661 ને દીને પગલના રાજાએ બીજા ચાર્લ્સ રાજા સાથે લંડન મુકામે તહનામું કર્યું. એની રૂએ પોર્ટુગલના રાજાની કરી કેથેરાઈનને ચાર્લ્સ સાથે પરણાવવાનું તથા ભેટ તરીકે મુંબઈ અને આજુબાજુના ટાપુઓ ચાર્લ્સને આપવાનું કહ્યું. આ પછી પૂર્વ