________________ 300 હિંદુસ્તાનને અર્વાચીન ઈતિહાસ. [ભાગ 3 જે. ઈગ્લેંડ કરતાં હિંદુસ્તાનમાંના નોકરેને ઓછે પગાર મળતો. દાખલા તરીકે વિલાયતમાં ઈડીઆ હાઉસમાંના ચીફ એકાઉન્ટન્ટને વાર્ષિક પગાર 2200 રૂપીઆને હતા, ત્યારે સુરતના એકાઉન્ટન્ટને 1500 રૂપીઆ મળતા; ઈગ્લેંડમાંના તીજોરી કામદારને 1500 રૂપીઆ, અને સુરતના કામદારને 1000 રૂપીઆ; ઈગ્લેંડમાંના રાઈટર તથા કાપડને દુકાનના મુખીને 1500 રૂપીઆ મળતા પણું સુરતના તેવાજ અધિકારીને માત્ર 700 મળતા. હિંદુસ્તાનમાં ખર્ચ ઓછો થતે ખરો પણ તેમ કંપનીના અમલદારની જવાબદારી વિશેષ રહેતી. હિંદુસ્તાનમાં કામ કરનારાને વધારે પગાર આપવાને ઠરાવ ઘણું વર્ષ પછી અમલમાં આવ્યું. ક્રોવેલની સનદ પછી થયેલી નવીન વ્યવસ્થામાં સુરતના પ્રેસિડન્ટના હાથ હેઠળ સેળ કરેનું મહેકમ વાર્ષિક 11,100 રૂપીઆને ખર્ચે રાખવામાં આવ્યું, અને મદ્રાસ તથા બૅટમની દરેક વખારમાં 2000 રૂપીઆનું મેહેકમ રખાયું; બીજા સામાન્ય વસાહત માટે 1000 રૂપિઆનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો. એ સિવાય ભોજન તથા રહેવાની જગ્યા સઘળા નેકને કંપનીને ખર્ચ મળતાં. સઘળાઓ એકી વેળા એકજ ટેબલ ઉપર ભોજન લેતા. પ્રેસિડન્ટને વર્ષને પગાર પ૦૦૦ રૂપીઆ હતે. તે ઉપરાંત ભજન ખર્ચ માટે માણસ દીઠ વર્ષના 200 રૂપીઆ પ્રમાણે બાર માણસના 2400 રૂપીઆ તથા કિરકેળ ખર્ચ માટે 2600 રૂપીઆ તેને મળતા. પ્રેસિડન્ટના હાથ હેઠળના ત્રણ કન્સિલને જુદા ઘરમાં સ્વતંત્ર રહેવાની પરવાનગી હતી. નેકરોને મળતા પગાર ઉપરાંત તેમના ઉત્તેજનાથે વેપારમાં કંઈક હિસ્સો તેમને માટે રાખવામાં આવતું, અને કઈ કઈ વેળા ના માંથી પણ તેમને ભાગ મળતો. કંપનીને નેકર ખાનગી વેપાર કરે તે ઠરાવેલી રકમ સુધીનજ વેપાર કરવાની તેને છૂટ હતી. દાખલા તરીકે સને 1600 માં કે'ટનને 1000 રૂપીઆ સાલી આણું મળતું ત્યારે તેને 2000 રૂપીઆ સુધીનો આગવો વેપાર ખેડવાની પરવાનગી હતી; અને પ્રત્યેક સફર માટે ઉભા કરેલા ભંડોળ કરતાં દુપટ અથવા પાંચપટ કાયદે થાય તે પાંચથી વીસ હજાર લગી નફાને ભાગ તેને મળત.