________________ પ્રકરણ 10 મું] સામાઈક ભંડળની પદ્ધત તથા તત્સંબંધી મુશ્કેલી. 297 (3) સીક્રેટ કમર્શિઅલ કમિટિ, એટલે ગુપ્ત વેપારી કામ જેનાર મંડળી. એ સને 1815 માં સ્થાપન થઈ હતી. (4) કમિટિ ઑફ બાઈ-લોઝ, એટલે નિયમ ઘડનારી મંડળી. આ પૈકી પહેલી એટલે સ્ટેન્ડીંગ કમિટિના બાર પેટા વિભાગ હતા, તે નીચે પ્રમાણે (અ) પત્ર વ્યવહારની કમિટિ–આ કમિટિનું કામ અતિશય મહત્વનું હતું. પરમુલકમાંથી આવેલા કાગળ તથા સામાનની યાદી વાંચી તે સઘળાને ગ્ય નિકાલ કરવાનું, નેકરની ફરીઆદને નિકાલ કરવાનું, નેકરની નિમણુક કરવાનું, ઈત્યાદી કામ આ કમિટિ પાસે હતું. (બ) દિવાની દાવાની કમિટિ–કંપનીના વ્યવહારમાં લાવવા પડતા દાવાનું કામ આ કમિટિ કરતી. (ક) લશ્કરના લેકેને મદદ કરનારી કમિટિએ સને 1770 માં લાઈવ સ્થાપી હતી. તેનું કામ લશ્કરમાંના અનાથ લેકીને અથવા તેમની વિધવાને યોગ્ય મદદ આપી તેમની સંભાળ લેવાનું હતું. (3) ટ્રેઝરી કમિટિ–એની પાસે નાણુનું તથા ખતપત્રો વગેરેનું કામ હતું. સિવિલ કૅલેજ કમિટિ—એ ઘણું પાછળથી નીમાઈ હતી. હિંદુસ્તાન આવનારા અમલદારોને યોગ્ય શિક્ષણ આપવાનું કામ આ કમિટિ કરતી. ઈન્ડીઅન સિવિલ સર્વિસની આ શરૂઆત ગણી શકાય. (ફ) લાઈબ્રેરી કમિટિ–કંપનીની આબાદી પછી એ કમિટિ નીમાઈ હતી. (ગ) ખરીદી તથા વખારની કમિટિ-કંપનીના વેપારનું એટલે માલ વેચવા લેવાનું કામ આ કમિટિ કરતી. (જ) હિસાબી કમિટિ–સઘળા પ્રકારના હિસાબ રાખવા માટે આ કમિટિ હતી. - (ન) હમ કમિટિ– સ્થાનિક સવાલેનું નિરાકરણ કરવાનું કામ આ કમિટિ બજાવતી.